ગુજરાત પોલીસ કર્મીઓનું ગ્રેડ પે અંગે ડીઝીટલ આંદોલન
ગ્રેડ પે એ અમારો હક્કના નામે સોશ્યલ મીડિયા થકી સરકારને ટંકાર
(પ્રતિનિધિ)ભિલોડા, ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓએ સરકાર સામે હક્કની લડાઈ સોશ્યલ મીડિયા મારફતે શરૂ કરી છે જેમાં ગ્રેડ પે અમારો હક્કના નામે સોશ્યલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મનો ઉપયોગ કરી સરકાર સામે ડિજિટલ આંદોલન છેડી ગ્રેડ પે વધારવામાં આવેની માંગ કરી છે
જેમાં ગુજરાત રાજ્યના એ.એસ.આઈ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, અને કોન્સ્ટેબલના ગ્રેડ પે મુજબ જ ઓછા છે બદલે ગ્રેડ પે વધારવા માગ કરી હતી તેમજ ગુજરાત પોલીસના તમામ કર્મચારીને મળતા વર્ષો જુના ભથ્થામાં તાત્કાલિક વધારો કરવામાં આવે તેમજ તેમનો નોકરીનો સમય નક્કી કરવા આવે સહિતની વિવિધ માંગણીઓ કરી રહ્યા છે
રાજ્યમાં પોલીસ કોન્સ્ટેબલને ૧૮૦૦ રૂપિયાનો ગ્રેડ મળે છે અને હેડ કોન્સ્ટેબલને ૨૦૦૦ રૂપિયાનો ગ્રેડ મળે છે. આ ગ્રેડમાં વધારા માટે પોલીસ મેદાને છે.પોલીસ કર્મીઓએ સરકાર સામે ૨૮૦૦ ગ્રેડ પે આપવા માંગણી કરી”અમે કોઈ એક પણ રજા લેતા નથી છતાં અન્યાય કેમ?
સહીત વિવિધ કામગીરીની પોસ્ટ સાથે ડિજિટલ આંદોલનો માર્ગ અપનાવ્યો છે જેમાં કોન્સ્ટેબલને ૨૮૦૦ રૂપિયા, હેડ કોન્સ્ટેબલને ૩૬૦૦ રૂપિયા અને એએસઆઈને ૨૪૦૦ રૂપિયા ગ્રેડ પે સામે ૪૨૦૦ રૂપિયાનો ગ્રેડ પે આપવામાં આવેની માંગ કરી છે પોલીસ કર્મીઓના જણાવ્યા અનુસાર અમારી સમસ્યા અનેક છે પરંતુ તેમની સમસ્યા રજૂ કરવા માટે કોઈ યૂનિયન ન હોવાથી ભારે મૂંઝવણ ભરી સ્થિતિનો સામનો કરવો પડે છે