ગુજરાત પોલીસ હાઈએલર્ટ પર
તમામ ચેકપોસ્ટ પર એસઆરપી જવાનો તહેનાત |
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : ઈતિહાસ પ્રથમવાર સુપ્રસિધ્ધ અમરનાથ યાત્રાને તાત્કાલીક મોકુફ રાખવાના કેન્દ્ર સરકારના નિર્ણયના પગલે સમગ્ર દેશની પોલીસ હાઈએલર્ટ પર મુકી દેવામાં આવી છે.જયારે ગુજરાત સરકારે પણ આ મુદ્દાને રાજયભરની પોલીસને સતર્કરહેવા સુચના આપી હાઈએલર્ટ જાહેર કર્યું હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર હાલમાં અમરનાથની યાત્રા ચાલે છે. અને હજારો યાત્રાળુ અમરનાથના રસ્તા પર અમરનાથ તરફ આગળ વધી રહયા છે. ત્યારે કેન્દ્ર સરકારે ગઈકાલે અચાનક જ અમરનાથ યાત્રા અટકાવી દઈ અમરનાથના યાત્રાળુઓ અને કાશ્મીર ફરવા ગયેલા સહેલાણીઓને તાત્કાલીક પરત ફરવા સુચના આપતાં આ મુદ્દે દેશભરમાં અનેક તર્ક વિર્તકો થઈ રહયા છે. અને કશુંક અજુગતું બનાવના સંકેત હોય તેવી ચોતરફી અટકળો થઈ રહી છે. અમરનાથ યાત્રાને સંપન્ન થવાના આડે હજુ પંદર દિવસ બાકી છે.
ત્યારે સરકારે અમરનાથ યાત્રા તાત્કાલીક ધોરણે અટકાયવી દેવાના કરેલા નિર્ણયથી અનેક યાત્રાળુઓ અને કાશ્મીરના સહેલાણીઓ ત્યારે હાલાકીઓ પુકારી ગયા છે. અમરનાથ યાત્રાના રૂટ પરથી સ્ટેરીગ અને વિસ્ફોટ સામગ્રી મળી આવ્યા બાદ આ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
બીજી તરફ સમગ્ર કાશ્મીરની ખીણમાં વધારાનો મીલીટરી ઉતારી દેવામાં આવતાં કાશ્મીરની ખીણમાંકંઈ રંધાઈ રહયું હોવાની પણ પુરેપુરી સંભાવના છે.ત્યારે સમગ્ર દેશમાં એક ઉચારપત્ર સ્થિતીનું નિર્માણ થયું છે. કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા ગઈકાલે જ એક પરીપત્ર બહાર પાડી અમરનાથ યાત્રા અટકાવી દેવા આદેશ આપવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા અત્યંતગુપ્તરાહે લેવાયેલા અમરનાથયાત્રા અટકાવી દેવાના નિર્ણયના પગલે દેશભરની પોલીસ હાઈ એલર્ટ પર છે.
જેના પગલે ગુજરાત સરકારે પણ સલામતીના તમામ પગલાં ભરવાનું શરૂ કરી દીધું છે. રાજય સરકારના ગૃહ વિભાગ દ્વારા રાજયના પોલીસ વડા તેમજ મહાનગરોમાં પોલીસ કમીશ્નરો અને તમામ જીલ્લાના પોલીસ વડાને સતર્ક રહેવા સુચના આપી હોવાનું જાણવા મળે છે.
ગૃહ મંત્રાલયથી આ સુચનાને લઈને રાજયના મહાનગરો અમદાવાદ, વડોદરા સુરત, રાજકોટ સહિતના મોટા જીલ્લાઓમાં વાહન ચેકીગ સઘન તપાસ ચલાવી દેવામાં આવ્યું છે. અને રાજયના માર્ગો પર જુદા જુદા પોઈન્ટ ઉભા કરી પોલીસ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. રાજયના મોટા રેલવે સ્ટેશનો બસસ્ટેન્ડો, અને એરપોર્ટ પર પણ જુદા જુદા સલામતી એજન્સીઓ દ્વારા કડક નિગરાની રાખવામાં આવી રહી છે. અને કોઈ શંકાસ્પદ હાલતમાં જણાયા તો તાત્કાલીક પોલીસ કંટ્રોલરૂમનો સંપર્ક કરી માહિત આપવા જાહેર ખબર કરવામાં આવી છે.
રાજયના જુદા જુદા શહેરમાં આવેલી મોટી હોટેલો અને ગેસ્ટહાઉસમાં પણ ટાઉન ધ કલોક ચેકીગ કરવામાં આવી રહયું છે. રાજયના મોટા મંદીરો જેવા કે સોમનાથ મંદીર, દ્વારકા મંદીર, અંબાજી મંદીર, ગાંધીનગર અક્ષરધામ તેમજ ડાકોર મંદીરની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. આ ઉપરાંત મોટા શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પણ તમામ ગતિવીધ યા ચાંપતી નજર રાખવા તાકીદ કરવામાં આવી છે. તુરત ગુનાઓમાં સંડોવાયેલા શખ્સો સામે અટકાયતી પગલા ભરવાનું શરૂ કરવામાં આવ્યું છે.
રાજયની અંદર દાખલ થતાં માર્ગો પરની તમામ ચેક પોસ્ટ પર પોલીસ સાથે એસ આર.પી.ના જવાનો બંદોબસ્ત માટે તહેનાત કરી દેવામાં આવ્યા છે. અને ગુજરાતમાં દાખલ થતા તમામ વાહનોનું ચેકીંગ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે.