ગુજરાત બાર કાઉન્સિલમાં પ્રતિભાશાળી કાનુન વિદોની સંખ્યા કેમ ઘટી રહી છે?
તેનાથી વકીલ મતદારોને ફાયદો કે નુકશાન?!
તસવીર ગુજરાત બાર કાઉન્સિલ ની છે જેમાં એક સમયે સુવિખ્યાત કાબેલ અને સક્ષમ કાયદાવિદો ચુંટાતા હતા જેમાં ડાબી બાજુ થી ઇન્સેટ તસ્વીર હાઇકોર્ટ ના એડ્વોકેટ શ્રી કે.જે.શેઠનાની છે
બીજી તસ્વીર હાલ ના સુપ્રીમકોર્ટના જસ્ટીસ જે.બી.પારડીવાલા ની છે ત્યાર પછી ની તસ્વીર એડ્વોકેટ શ્રી યોગેશભાઈ લખાણી ની છે જાણીતા અડ્વોકેટ શ્રી આર.આર,શુક્લા, એડ્વોકેટ સ્વ. શ્રી એમ.બી.અહુજા, જાણીતા અડ્વોકેટ શ્રી વિનુભાઈ ગાંધી, જાણીતા અડ્વોકેટ શ્રી કિરીટભાઈ બારોટ,
જાણીતા અડ્વોકેટ શ્રી નિરંજનભાઈ દફતરી, જાણીતા અડ્વોકેટ શ્રી અફઝલખાન પઠાણ, જાણીતા અડ્વોકેટ શ્રી વિનોદચંદ્ર દિક્ષિત, જાણીતા અડ્વોકેટ શ્રી પરેશભાઈ જાની જેઓ તમામ ગુજરાત બાર કાઉન્સિલ માં ચુંટાઈ ને વકીલો સામે ઉભા થતા પડકારો નો કાયદા કીય રહે લડત આપવા સક્ષમ હતા અને અદાલતો સુધી પડકાર ઝીલતા હતા
અને વકીલો ની રક્ષા કરતા હતા આવા સક્ષમ અને પ્રખર ધારાશાસ્ત્રીઓની ખોટ વર્તાતી હોવાનું કેટલાક વકીલો માને છે ત્યારે હવે આજના જુનીયર વકીલો એ તેમાંથી ઘણું સમજવાની અને શીખવાની જરૂર છે. તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા ઝેબા દ્વારા
જે વ્યવસાય નાણા સિવાય કશું કમાતો નથી એ નબળો વ્યવસાય કહેવાય- એનરી ફોર્ડ
અમેરિકાના વૈજ્ઞાનીક થોમસ એડીસને કહ્યું છે કે ‘‘ વિચારની મહત્તા ટેન અમલમાં સમાયેલી છે ‘’!! અમેરિકાના બિજનેશ મેન એનરી ફોર્ડે કહ્યું છે કે ‘‘ જે વ્યવસાય નાણા સિવાય કશું નથી કમાતો એ નબળો વ્યવસાય કહેવાય’’!! વકીલાતનો વ્યવસાય પવિત્ર અને બુદ્ધિ પ્રતિભા ઉજાગર કરતો વ્યવસાય છે
આ વ્યવસાય દુનિયા ને મહાત્મા ગાંધી, સરદાર પટેલ, ડો ભીમરાવ અમ્બેડકર જેવા અનેક મહાન વ્યક્તિઓ આગળ આપ્યા છે વિશ્વ ને અને ભારતને અનેક સક્ષમ અને બાહોશ ન્યાયાધીશો મળ્યા છે આ પરમ્પરા ગુજરાત બાર કાઉન્સિલમાં ઉજાગર કરવાની જરૂર છે અને આ માટે ગુજરાત બાર કાઉન્સિલ ના વકીલ મતદારો એ શ્રેષ્ઠ અને ઉમદા માનવીઓ ને વિખ્યાત ધારાશાસ્ત્રી ને ચુંટવાની જરૂર છે.