Western Times News

Gujarati News

ગુજરાત ભાજપને મળશે હવે નવા પ્રદેશ પ્રભારી

ગાંધીનગર, મિશન ૨૦૨૨ને ધ્યાને રાખીને ભાજપના નવા પ્રદેશ પ્રભારીની ઝડપથી જાહેરાત થઈ શકે છે. વર્તમાન પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવને કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન મળતા ગુજરાત ભાજપને નવા પ્રદેશ પ્રભારી મળશે તે નિશ્ચિત છે. કારણકે આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ પણ આવી રહી છે.

નવા પ્રભારી તરીકે મહત્વના ત્રણ નામોની અટકળો ચાલી રહી છે. જેમાં ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ પ્રભારી ઓમ માથુર, વર્તમાન સહપ્રભારી સુધીર ગુપ્તા અને પ્રકાશ જાવડેકરના નામ મુખ્ય છે. ઓમ માથુર આ પહેલા પણ ગુજરાતના પ્રભારી અને ચૂંટણી પ્રભારી રહી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ ગુજરાતના સંગઠન અને સરકારના મોટાભાગના ચહેરાઓ સાથે પરિચિત છે. તેવામાં તેમની પસંદગીની અટકળો લાગી રહી છે. જાે કે આ અંગેનો ર્નિણય તો પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જ કરશે.

હાલના પ્રભારી ભૂપેન્દ્ર યાદવની વાત કરીએ તો ભૂપેન્દ્ર યાદવ વર્ષ ૨૦૧૭થી ગુજરાત ભાજપના પ્રભારી છે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ખૂબ જ વિશ્વાસુ માનવામાં આવે છે. અમિત શાહ જ્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા ત્યારે યાદવને ગુજરાતની જવાબદારી સોંપવામાં આવી હતી.

વિધાનસભા ચૂંટણીના ૮ મહિના પહેલા તેમને ગુજરાતની જવાબદારી સોંપાઈ અને ત્યાર બાદ ગુજરાતની જે રાજકીય સ્થિતિ હતી તેનું આકલન કરીને ભાજપને સતત છઠ્ઠીવાર સત્તા પર લાવવા માટે મહત્વની ભૂમિકા પણ તેમણે ભજવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.