ગુજરાત મજુર યુનિયન નિવૃત્ત એસટી કર્મચારીઓને પેન્શન વધારાની મીટિંગ સુખસર મુકામે યોજાશે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/07/advt-western-times-news.jpg)
પ્રતિનિધિ સંજેલી : ગુજરાત મજુર યુનિયન ઝાલોદ દ્વારા નિવૃત્ત એસટી કર્મચારીઓને પેન્શન વધારો કરવા માટે ચર્ચા વિચારણા કરી સરકાર સામે બાંયો ચડાવવા માટે કમર કસી રહ્યા છે ત્યારે ગુજરાત એસટી કોર્પોરેશન જે ઓલ ઇન્ડિયામાં સારામાં સારી વહીવટ ધરાવતું મોટામાં મોટું કોર્પોરેશન હોવા છતાં પણ આ કોર્પોરેશનમાંથી નિવૃત્ત થયેલા કર્મચારીઓને કોઇ જ લાભ આપવામાં આવતો નથી માત્ર એસ ટી કોર્પોરેશનના નિવૃત્ત કર્મચારીઓને જ પેન્શન વધારાનો લાભ આપવામાં આવતો નથી.
જ્યારે અન્ય ખાતાના સરકારના સમગ્ર કર્મચારી પેન્શન વધારાનો લાભ આપવામાં આવે છે જેને લઇ ગુજરાત મજૂર યુનિયનના પ્રમુખ વિનયચંદ્ર એમ સાધુ મંત્રી એલ ડી કટારા અને સોમાભાઇ ડી કટારાની ઉપસ્થિતિમાં વિવિધ મુદ્દાને ધ્યાને લઇ તારિખ 6નેરવિવારના રોજ સુખસર આઇટીઆઇ ખાતે નિવૃત એસટી કર્મચારીઓની વિવિધ મુદ્દાની માંગણીને લઇને મીટિંગનું આયોજન રાખવામાં આવ્યું છે.