Western Times News

Gujarati News

ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડરના ગામોમાં નવી બીમારીની એન્ટ્રી

અમદાવાદ: કોરોનાકાળમાં આફત પર આફત આવી રહી છે. મુશ્કેલીઓ ઓછુ થવાનું નામ નથી લઈ રહી. એક કોરોના ઓછો હતો, ત્યાં ગુજરાત પર બીજી બીમારું સંકટ આવીને ઉભુ રહ્યું છે. મહારાષ્ટ્ર-ગુજરાત બોર્ડર પર અડીને આવેલા ગામડાઓમાં નવી બીમારીએ દસ્તક દીધી છે. મહારાષ્ટ્ર અને ગુજરાતી સીમાને લાગેલા ૧૦ થી ૧૨ ગામડાઓમાં ટાઈફોઈડે ઉથલો માર્યો છે. અનેક લોકો આ બીમારીમાં ઝપેટમાં આવ્યા છે. કોરોનાની વચ્ચે આ બીમારીની એન્ટ્રીએ લોકોને પરેશાન કરી દીધા છે.

સ્થાનિક લોકો બહુ જ ડરેલા છે. મહારાષ્ટ્રના નંદુરબારથી ૧૫ કિલોમીટર દૂર શિવપુર ગામ આવેલું છે. ગામમાં એન્ટ્રી લેતા જ રિક્ષા, જીપ અને કારનો જમાવડો જાેવા મળી રહ્યો છે. આગળ વધવા પર દરેક જગ્યાએ દર્દીઓ નજરે આવી રહ્યાં છે. ક્યાંક ટેન્ટમાં, તો ક્યાંક વૃક્ષોની નીચે. વૃક્ષની ડાળખીઓને સલાઈનની બોટલો લટકાવવામાં આવી છે. દર્દીઓની આસપાસ કેટલાક ડોક્ટર અને નર્સ દેખાઈ રહ્યાં છે. જાેકે, આ દર્દી કોરોનાના નથી, પરંતુ ટાઈફોઈડના છે. અહીંની હોસ્પિટલોમાં કોરોનાના બેડ પણ ભરાઈ ચૂક્યા છે. આવામાં ધાનોરા જેવા પ્રાઈવેટ હેલ્થ સેન્ટરમાં પણ દર્દીઓ આવી રહ્યાં છે.

તેથી હવે ટાઈફોઈડના દર્દીઓને ખુલ્લામાં અથવા ટેન્ટ બાંધીને સારવાર આપવામાં આવી રહી છે. અહી ટાઈફોઈડના લગભગ ૯૦૦ થી વધુ દર્દીઓ આવી ચૂક્યા છે. પ્રાથમિક સ્વાસ્થય કેન્દ્રમાં સારવાર માટે ૮૦૦ રૂપિયા આપવા પડી રહ્યાં છે. આવામાં અનેક પરિવાર, જેમના ૪ થી ૫ સદસ્યોને ટાઈફોઈડ થયો છે. તેમની પાસે કોઈ વ્યવસ્થા નથી. તેઓ ખાટલા પર સૂઈને સારવાર કરાવી રહ્યાં છે. હોસ્પિટલ સવારે ૧૧ વાગ્યાથી રાત્રે ૧૧ વાગ્યા સુધી ખુલ્લી રહે છે. ઈમરજન્સી માટે સ્ટાફને પણ કેટલાક લોકો સાથે રાતભર રહેવુ પડે છે.

એક સામાજિક કાર્યકરત રોહિદાસ બલવીએ જણાવ્યું કે, શહેરના તબીબોએ પોતાના દરવાજા આ દર્દીઓ માટે બંધ કરી દીધા છે. તેથી તંબુમા હોસ્પિટલ શરૂ કરવી પડી છે. ભલે જમીન પર સૂઈને સારવાર કેમ કરાવવી ન પડે. પરંતુ અમે તે કરાવી રહ્યાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.