અર્જુન મોઢવાડિયા ભરૂચ સિવિલ તેમજ વેલ્ફેર કોવિડ સેન્ટરની મુલાકાત લીધી
રાજ્ય સરકાર પર કર્યા આક્ષેપ : હોસ્પિટલોમાં ઈન્જેક્શન,બેડ,ઓક્સિજન તેમજ વેન્ટિલેટરની સુવિધાઓનો અભાવ.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: પૂર્વ કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ ભરૂચની સિવિલ હોસ્પિટલ અને વેલ્ફેર હોસ્પિટલ ની મુલાકાત લઈ સુવિધા અંગે માહિતી મેળવવા સાથે વેલ્ફેર હોસ્પિટલ ને થયેલ નુકસાન અંગે મદદની માંગણી કરી હતી.
ભરૂચની વેલ્ફેર હોસ્પિટલ માં લાગેલ ભીષણ આગ ના બનાવના પગલે માજી કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડીયા ભરૂચ દોડી આવ્યા હતા.માજી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડિયા ભરૂચ સિવિલ હોસ્પિટલ તેમજ વેલ્ફેર કોવિડ સેન્ટરની લીધી મુલાકાત લીધી હતી.સિવિલ હોસ્પિટલ ખાતે ડોક્ટરોની ટીમ સાથે ચર્ચા કરી કોરોનાના દર્દીઓની સારવાર અંગે વિવિધ માહિતી પણ મેળવી હતી અને અપૂરતી સુવિધા અને સગવડના પગલે મોઢવાડીયા એ રાજ્ય સરકાર પર કર્યા આક્ષેપ કરી હોસ્પિટલોમાં ઈન્જેક્શન,બેડ,ઓક્સિજન તેમજ વેન્ટિલેટરની સુવિધાઓનો અભાવ ટીકા કરી હતી.
તેવો એ વેલ્ફેર હોસ્પિટલની પણ મુલાકાત લઈ આગના બનાવ અંગે ની માહિતી મેળવી સરકારના આગ્રહ ના કારણે કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું.આ દુઃખદ ઘટનાના મૃતકો ના પરિવાજનો ને રૂ.4 લાખ ની સહાય વધારી ને 8 લાખની કરવાની અને વેલ્ફેર હોસ્પિટલ ને પણ સહાય કરવામાં આવે તેવી પણ તેમને માંગણી કરી હતી. અર્જુન મોઢવાડીયા સાથે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરીલસિંહ રણા,જિલ્લા પ્રવક્તા નાઝુ ફડવાલા,વેલ્ફેર ના ટ્રસ્ટીઓ સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.