Western Times News

Gujarati News

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમીક શિક્ષણ બોર્ડની ચુંટણીની માહોલ જામ્યો

બોર્ડની ચૂંટણીમાં શૈક્ષણિક મહાસંઘની ઉમેદવારીથી ત્રિપાંખીયો જંગ થશે -બોર્ડના સભ્યોની ચૂંટણી શૈક્ષણિક સંગઠનોની લોકપ્રિયતાની પણ કસોટી કરશે

અમદાવાદ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમીક શિક્ષણ બોર્ડની ચુંટણીની માહોલ હવે જામ્યો છે. ત્યારે રાષ્ટ્રીય શૈક્ષણીક સંઘની એન્ટ્રીથી અન્ય મહામંડળોમાં દોડધામ વધી ગઈ હોવાનું સામે આવ્યું છે. હાલમાં છેલ્લા કેટલાક સમયથી રાષ્ટ્રીય શૈક્ષણીક સંઘ દ્વારા આક્રમક રીતે આંદોલન કર્યા તેના લીધે સમગ્ર રાજયમાં તેઓ ચર્ચામાં રહયા છે.

અને હવે જયારે ચુંટણી નજીક છે ત્યારે તેમને તેનો સીધો ફાયદો થાય તેમ હોઈ અન્ય મહામંડળો પોતાના ઉમેદવારોને જીતાડવા માટે દોડધામ કરી રહયા હોવાનું સામે આવ્યું છે.

ગુજરાત માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચુંટણીની જાહેરાત સાથે જ રાજયના શિક્ષણ વિભાગમાં વાતાવરણ ગરમાયો છે. જાેકે આ વાતાવરણમાં ગરમાવા પાછળનું એક કારણ રાષ્ટ્રીય શૈક્ષણીક મહાસંઘ પણ છે. અત્યારે સુધી બોર્ડની જેટલી પણ ચુંટણી થઈ તેમાં બે મંડળોની સામસામે લડાઈ થતી હતી અથવા તો એકજ મંડળ હોય

તો તેના માન્ય ઉમેદવાર અને બળવાખોર ઉમેદવારો વચ્ચે જંગ જામતો હતો. જાેકે, આ વખતે રાષ્ટ્રી શૈક્ષણીક મહાસંઘની એન્ટ્રીથી અન્ય મહામંડળોને પણ પોતાનાં ઉમેદવારો માટે દોડવાનો વારો આવ્યો છે. અત્યાર સુધી બોર્ડ ઈલેકશનમાં બેઠકો બિનહરીફ થતી હતી અથવા તો સામસામે ઉમેદવારો વચ્ચે જંગ થતાં જાેવા મળતા હતા.

જાે કે, આ વખતે ત્રિપાંખીયા જંગને લઈને વધુ ઉત્સાહ જાેવા મળી રહયો છે. ઉપરાંત આ વખતે પ્રથમવાર બોર્ડની ચુંટણીમાં તમામ સંવર્ગમાં એક જ બેઠક કરી દેવામાં આવી છે. આમ આ વખતે ૯ બેઠકો પૈકી ર બેઠક બિનહરીફ થતાં ૭ બેઠકો પર ચુંટણી યોજાનાર છે. આમ જે સંગઠન વધુ લોકચાહના ધરાવતું હશે તેનો ઉમેદવાર જ જીતશે. આમ આ ચુંટણી સંગઠનોમાં પણ લીટમસ ટેસ્ટ સમાન સાબીત થશે.

રાષ્ટ્રીય શૈક્ષણીક મહાસંઘ દ્વારા છેલ્લા કેટલાક સમયથી આક્રમક રીતે આંદોલન ચલાવી રહી છે જેમા સૌ પ્રથમ માધ્યમિક શિક્ષકોના પડતર પ્રશ્નો અંગે આંદોલન શરૂ કર્યું હતું અને આંદોલનના પગલે વિભાગ દ્વારા તમામ સંગઠનોને એક મંચ પર લાવી તેમના પ્રશ્નો સાંભળી નિકાલની ખાતરી આપી હતી.

ત્યારબાદ શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમીક શિક્ષકો માટે શિક્ષક સજજતા સર્વેક્ષણ લેવાની જાહેરાત કરી હતી અને તેની સામે રાષ્ટ્રીય શૈક્ષણીક મહાસંઘ મેદાનમાં પડયું હતું અને ભારે વિરોધ વ્યકત કર્યો હતો. જેના પગલે સર્વેક્ષણનો ફિયાસ્કો થયો હતો. આ ઉપરાંત પ્રાથમીક શિક્ષકોને શાળામાં ૮ કલાક હાજરીનો નિર્ણય પણ મહાસંઘના વિરોધ બાદ પરત લેવો પડયો હતો.

આમ રાષ્ટ્રીય શૈક્ષણીક સંઘ દ્વારા ચંુટણીમાં ત્રિપાંખીયા જંગ જાેવા મળશે. મહાસંઘની એન્ટ્રીના પગલે અન્ય સંગઠનોએ પોતાના ઉમેદવારોને જીતાડવા માટે દોડધામ શરૂ કરી છે અને તેઓ રાજયમાં જુદા જુદા સ્થળોએ જઈને પોતાના ઉમેદવારોને પ્રચાર કરી રહયા છે. જાેકે, રાજયના સૌથી જુના સંચાલક મંડળના ઉમેદવારને મહાસંઘે ટેકો આપ્યો હોવાનું જાણવા મળે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.