Western Times News

Gujarati News

ગુજરાત-મુંબઈમાં ફેલાયેલા ક્રિકેટ સટ્ટા બેટિંગના નેટવર્કનો ભંડાફોડઃ ૧૧૦ વોન્ટેડ

વડોદરા, આઈપીએલ ટુર્નામેન્ટની ક્રિકેટ મેચ શરૂ થયાના પખવાડિયા બાદ રાજયના પોલીસ વડાના આદેશથી સક્રિય થયેલા પોલીસ તંત્રે સટ્ટા બેટિંગના કેસો કરવાનું શરૂ કર્યું છે. ગુરુવારે રાતે પીસીબીની ટીમે તરસાલી- વડદલા રોડ પર આવેલા

કાન્હા રેસીડેન્સીમાં દરોડો પાડી એક આરોપીની પુછપરછમાં વડોદરાના કુખ્યાત બુકી સલમાન ગોલાવાલાના માણસ કલ્પેશ પાસેથી સટ્ટો રમવા આઈડી લીધું હોવાની વિગતો બહાર આવતાં પોલીસે તેને પણ અમદાવાદથી સંકંજામાં લીધો હતો.
કાન્હા રેસીડેન્સીના મકાન નં.૩૪માં રહેતા રામચંદ્રસિંહ કિશોરસિંહ રાઉલજીએ આઈપીએલ ટુર્નામેન્ટની ક્રિકેટ મેચ પર સટ્ટો રમવા આઈડી લીધું છે.

આ આઈડીના આધારે આરોપી સટ્ટો રમાડે છે તેવી બાતમી પીસીબીને મળી હતી જેના આધારે પોલીસે સટોડિયા રેડ પાડી હતી. તે વખતે આરોપી મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ રહેલી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો હતો.
પોલીસે રામચંદ્રસિંહની પુછપરછ કરતા તેણે કબુલાત કરી હતી કે,

આઈડી લેવા પાણીગેટ ડબગર ફળિયામાં રહેતા અને ક્રિકેટ સટ્ટા માટે આઈડીઓનું સંચાલન કરતા સલમાન ગોલાવાલાને વાત કરી હતી જેથી સલમાને તેના માણસ કલ્પેશ બાંભણીયા પાસેથી એક મહિના પહેલા રૂ.પ૦ હજારમાં આઈડી અપાવ્યું હતું. હારજીતના રૂપિયા દર સોમવારે સુફિયાન લઈ જતો હતો. પોલીસે બંને આરોપીઓના લોકેશનની તપાસ કરતા સલમાન ગોલાવાલા મુંબઈ અને કલ્પેશ અમદાવાદ હોવાની માહિતી મળી હતી જેથી પોલીસની એક ટીમ અમદાવાદના વસ્ત્રાલ ખાતે પહોચી કલ્પેશ ચોથાભાઈ બાંભણીયાને દબોચી લીધો હતો.

તેણે કબુલ્યું કે બુકી સલમાન ગોલાવાલાના સુપર માસ્ટર તેમજ માસ્ટર આઈડીના ૧૧૦ જેટલા સટોડિયા ગ્રાહકો છે. જે પૈકી ૧૦૦ સટોડિયા એકલા વડોદરાના જ છે. જયારે ૧૦થી વધુ સુરત, ભાવનગર, મુંબઈ, પાટણ, ભરૂચના છે. પોલીસે આ ૧૧૦ સટોડિયાઓને વોન્ટેડ બતાવ્યા હતા. પોલીસે આરોપી કલ્પેશ અને રામચંદ્રસિંહ પાસેથી ૬ મોબાઈલ ફોન, લેપટોપ, હિસાબનો ચોપડો અને રોકડા રૂા.૩,ર૮૦ કબજે લીધા હતા.

બુકી સલમાન ગોલાવાલાએ સુરતના સંજય નામના સટોડિયા પાસેથી સાત કરોડની આઈડી મેળવી તેનું ઓપરેટીગ કરવા કલ્પેશ બાંભણીયાને રાખ્યો હતો સલમાને આરોપી કલ્પેશને લેપટોપ અને મોબાઈલ ફોન્સની સુવિધા આપતા તે અમદાવાદથી નેટવર્ક ચલાવતો હતો જેની માટે દર મહિને રૂ.રપ હજાર સલમાન તેને આપતો હતો. લેવડદેવડનો હિસાબ વાડી જહાંગીરપુરામાં રહેતા સુફિયાનને મોકલી અપાતો હતો. સુફિયાન વિસ્તારમાં ફરી રૂપિયાની ઉઘરાણી કરતો હતો.ક


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.