ગુજરાત યોગાસન સ્પોર્ટ્સ એસોસીએશનએ રાજ્ય યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપનું આયોજન કર્યું
અમદાવાદ, ગુજરાત યોગાસન સ્પોર્ટ્સ એસોસીએશનએ વર્ચ્યુઅલ મોડમાં ૧૬થી ૧૮ ઓક્ટોબર ૨૦૨૧ સુધી રાજ્ય યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ (૨૦૨૧-૨૨) નું આયોજન કર્યું હતું. આ ઇવેન્ટમાં રાજ્યભરના ૧૬૧ જેટલા રમતવીરોએ ભાગ લીધો હતો. ત્રણ કેટેગરી વચ્ચે કુલ ચાર ઇવેન્ટ્સ યોજાઇ હતી
અને અલગ અલગ કેટેગરીમાં ૬૯ વિજેતાઓની પસંદગી કરવામાં આવી હતી. ગુજરાત યોગાસન સ્પોર્ટસ એસોસિએશન દ્વારા વિજેતાઓને મેડલ અને પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું છે.
ગુજરાત યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશન (GYCA) એ નેશનલ યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ અને હરિયાણા રાજ્યના પંચકુલા મુકામે યોજાનાર ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ ૨૦૨૨માટે પસંદગી ટ્રાયલની તૈયારી તરીકે વર્ચ્યુઅલ મોડમાં રાજ્ય યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ સને ૨૦૨૧-૨૨ નું આયોજન કર્યું હતું.
ગુજરાત યોગાસન સ્પોર્ટ્સ એસોસીએશન અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ગુજરાત રાજ્યના દરેક જિલ્લામાં યોગાસન એકેડેમીના વિકાસ માટે અમદાવાદ મુકામે સીમાચિહ્નરૂપ MoU ઉપર હસ્તાક્ષર કર્યા છે. ગુજરાત યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશન તમામ સહાય ટેકનિકલ પ્રદાન કરશે અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગુજરાતના તમામ જિલ્લાઓમાં યોગાસન ટ્રેનર્સ વિકસાવવા માટે યોગાસન કોચની નિમણૂક કરશે અને યોગ કોચને તાલીમ આપશે.
દરેક યોગ કોચ હેઠળ ૧૦૦ ( એક સો ) યોગ ટ્રેનર્સ નિમવાનું ધ્યેય છે. ગુજરાત ભારતનું પ્રથમ અને એકમાત્ર રાજ્ય છે જે યોગ માટે જાગૃતિ અભિયાન ચલાવી રહ્યું છે.