Western Times News

Gujarati News

ગુજરાત રાજયમાં છેલ્લાં ૨ વર્ષમાં જીઆઇડીસીમાં ૨૧૧૪ ઉદ્યોગો બંધ થયાં

ગાંધીનગર: કોંગ્રેસ પક્ષે ગુજરાત વિધાનસભામાં ઉદ્યોગો બંધ થવાના કારણ આપતા જણાવ્યું હતું કે મોટાભાગની જીઆઇડીસી કોંગ્રેસના કાર્યકાળમાં સ્થપાયેલી છે. ભાજપ સરકારના શાસનમાં જીઆઈડીસીમાં નવા ઉદ્યોગો માટે પ્રોત્સાહક યોજનાઓ અને નીતિઓના અભાવના કારણે જીઆઇડીસીમાં ઉદ્યોગો મૃતપ્રાય અવસ્થામાં હોવાના આક્ષેપો કર્યા હતાં. સાથે જ રાજ્યમાં તાપી અને ડાંગ જિલ્લામાં એક પણ જીઆઇડીસી કાર્યરત ન હોવાની વાત પણ કોંગ્રેસે કરી છે જ્યારે ઉત્પાદનના માગમાં ઘટાડો અંગત કારણોસર અને નાણાકીય બાબતો વગેરેના કારણોસર બંધ ઉદ્યોગોની સંખ્યા ૨૧૧૪ થઈ હોવાનો આક્ષેપ પણ કોંગ્રેસે કર્યો હતો.

ગુજરાત વિધાનસભામાં માહિતી બહાર આવી છે જેમાં જીઆઇડીસીમાં સૌથી વધુ ઉદ્યોગો અમદાવાદ શહેરમાં બંધ થયાં છે. અમદાવાદ શહેરમાં કુલ ૧૪ જેટલી જીઆઇડીસી કાર્યરત છે જેમાં ૨૨૯ લાખ ઉદ્યોગો છેલ્લા બે વર્ષમાં બંધ થયાં છે. જ્યારે સૌથી ઓછા ઉદ્યોગો અમરેલી જિલ્લામાં એક જ ઉદ્યોગ બંધ થયો હોવાની વાત સામે આવી છે. આમ સૌથી વધુ અમદાવાદમાં ૨૨૯ ત્યારબાદ વલસાડમાં ૧૯૨ ઉદ્યોગ અને સુરતમાં ૧૮૦ જેટલા ઉદ્યોગો બંધ થયાં છે.જીઆઇડીસીમાં સૌથી વધુ ઉદ્યોગો અમદાવાદ શહેરમાં બંધ થયાંજીઆઇડીસીમાં સૌથી વધુ ઉદ્યોગો અમદાવાદ શહેરમાં બંધ થયાં

આ ઉપરાંત જીઆઇડીસી બાદ રાજ્યમાં ખનીજચોરી અન્વયે કરવામાં આવેલ દંડમાં કુલ ૧૯૪૬.૫૮ કરોડ જેટલી માતબર રકમ વસૂલ કરવાની બાકી છે તે પૈકી બે વર્ષથી વસૂલવાની બાકી રકમ ૯૦૭.૭૦ કરોડ અને બે વર્ષ કરતા વધુ સમયથી વસૂલવાની બાકી રકમ ૧૦૩૮.૮૭ કરોડ જેટલી માતબર રકમ વસૂલ કરવાની બાકી છે. આમ ખનીજ માફિયાઓ ખનીજ ચોરી કરતા પકડાય ત્યારે દંડની રકમ ભરપાઇ કરતા ન હોવાનું અને રાજ્ય સરકાર અને તંત્ર દ્વારા આ દંડની રકમ વસૂલ કરીને સંતોષ માનતા હોવાનો આક્ષેપ પણ કોંગ્રેસ પક્ષે કર્યાં હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.