ગુજરાત રાજય સહકારી સંઘના અધ્યક્ષપદે ઘનશ્યામભાઈ અમીન ચૂંટાઈ આવ્યા
(તસ્વીરઃ કૌશિક પટેલ, મોડાસા) રાજ્યની ટોચની સહકારી સંસ્થા ગુજરાત રાજય સહકારી સહકારી સંઘમાં ૨૮ સભ્યોનું બોર્ડ ૫ વર્ષ માટે બિનહરિફ ચુંટાઈ આવેલ છે. જેના બોર્ડ ઓફ મેનેજમેન્ટના હોદેદારોની ચૂંટણી તા.૦૧/૦૧/૨૦૨૫ના રોજ ચૂંટણી અધિકારી અને સીટી ડેપ્યુટી કલેકટર અમદાવાદના પ્રમુખસ્થાને યોજાઈ હતી. જેમાં શ્રી ઘનશ્યામભાઈ એચ. અમીનની રાજય સહકારી સંઘના અધ્યક્ષ પદે બિનહરીફ વરણી કરવામાં આવી છે. gujarat state sahakari sangh Ghanshyam Amin
આ ગુજરાતની રાજય કક્ષાની ટોચની સહકારી સંસ્થાઓમાં ઘણાં વર્ષોથી અવિરત સેવાઓ પ્રદાન કરતાં શ્રી ઘનશ્યામભાઈ અમીન ગુજરાત રાજય સહકારી સંઘના અધ્યક્ષપદે સતત બારમી ટર્મ માટે પુનઃ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. શ્રી ઘનશ્યામભાઈ અમીને રાજય અને રાષ્ટ્રની એપેક્ષ સહકારી સંસ્થાઓમાં લાંબા સમય સુધી ચેરમેન તરીકે સતત બારમી ટર્મ માટે બિનહરીફ ચૂંટાઈ આવવાનો અદ્વિતીય અને ઐતિહાસિક રેકોર્ડ પ્રસ્થાપિત કરેલ છે, જે ગુજરાત રાજય માટે ગૌરવની બાબત છે.
શ્રી અમીને આંતરરાષ્ટ્રિય કો-ઓપરેટિવ એલાયન્સના વાઈસ પ્રેસિડેન્ટ તરીકે તેમ જ નેશનલ કો-ઓપરેટિવ યુનિયન ઓફ ઇન્ડિયા, ન્યૂ દિલ્હીમાં બે ટર્મ પ્રેસિડેન્ટ અને બે ટર્મ વાઈસ પ્રેસિડેન્ટ પદે, કો-ઓપરેટિવ બેન્ક ઓફ ઈન્ડિયા, (ર્ઝ્રંમ્ૈં) ન્યૂ દિલ્હીમાં બે ટર્મ ચેરમેન પદે તેમ જ ઓલ ઇન્ડિયા સ્ટેટ કો-ઓપરેટિવ બેન્કચ્છસ એસોસિએશન (નાફસ્કોબ)ના વાઈસ ચેરમેન તરીકે નેતૃત્વ પ્રદાન કર્યું છે.
જ્યારે રાજય સહકારી સંઘના ઉપાધ્યક્ષ પદે એપીએમસી, ભરૂચના વાઈસ ચેરમેન અને ભરૂચ જિલ્લા સહકારી સંઘના માનદ્દમંત્રીશ્રી રવિન્દ્રસિંહ એ. રણાની તથા રાજય સહકારી સંઘના માનદ મંત્રી તરીકે (૧) શ્રી ભીખાભાઈ ઝેડ. પટેલ સુરત જિલ્લાના જાણીતા સહકારી આગેવાન અને સુરત જિલ્લા સહકારી સંઘના અધ્યક્ષ, કૃભકો, ન્યૂ દિલ્હીના ડિરેકટર, ગુજકોમાસોલમાં ડિરેકટર તથા સુરત જિલ્લાની ઘણી સહકારી સંસ્થાઓમાં ચેરમેન તરીકે સેવાઓ આપી રહ્યા છે.
(ર) શ્રી અરવિંદભાઈ ડી. તાગડીયા રાજકોટ જિલ્લાના જાણીતા સહકારી કાર્યકર અને રાજકોટ જિલ્લા સહકારી સંઘના પૂર્વ વાઈસ ચેરમેન અને હાલ ડિરેકટર તરીકે સેવા આપી રહ્યાં છે. તેઓશ્રી નાફેડ, ન્યલૂ દિલ્હી અને ઈફકો, ન્ય ુ દિલ્હીના ડેલીગેટ તરીકે કાર્યરત છે. આ બંને સહકારી આગેવાની માનદમંત્રી તરીકે સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી છે.