ગુજરાત-રાજસ્થાનમાંથી રૂ.૩૯૧ કરોડની ઉચાપત કરનાર ઠગ ઝડપાયો
સુરત: ગુજરાત તથા રાજસ્થાન રાજ્યમાં નવજીવન ક્રેડીટ કો.ઓં. સોસાયટી લીમીટેડ નામની કો ઓપરેટીવ સોસાયટી શરુ કરી લાખો લોકોના કરોડો રૂપિયા બેન્ક દરથી વધુ વ્યાજ આપવાની લાલચ આપીને રોકરણ કરાવીઅલગ અલગ ૨૨૮ શાખાઓ ખોલી ૩૯૧ કરોડની ઉચાપત કરનાર એક આરોપીને ડીસીબી પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ગુજરાત સાથે રાજસ્થાન ના અલગ અલગ જિલ્લા માં લોકો ને બેન્ક કરતા વધુ વ્યાજ આપવાનું કહીને કરોડો રૂપિયાનું રોકાણ સાથે છેતરપિંડી અને વિશ્વાસ ઘાત કરી આરોપી ઉચાપત કરી ને ભાગી છૂટિયાં હતા ત્યારે આ કો ઓપરેટીવ કંપની ના ભાગેડુ હોદેદાર માનો એક હોદેદાર સુરત ખાતે છે તેવી હકીકત મળતા સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેને ઝડપી પાડવામાં આવીયો હતો જોકે તેની ધરપકડ બા દ તેની પૂછપરછ કરતા તેને પોતાનું નામ સંતોષ ભગવાનદસ જોશીનેઅને નવજીવન કંપની માં સલાહકાર હતો અને મૂળ રાજસ્થાનબાડમેર નો વાતની હોવાની વિગત પોલીસને આપી હતી.
નવજીવન કો.ઓપરેટીવ સોસાયટી લીમીટેડ ની સ્થાપના વર્ષ ૨૦૦૯માં કરવામાં આવી હતી જેની મુખ્ય ઓફીસ રાજસ્થાનના બાડમેર રોડ પર હતી અને ગુજરાતમાં રાજકોટ અને અમદાવાદમાં ૨૫૮ જેટલી પેટા બ્રાન્ચો હતી જે સોસાયટીના એમ.ડી.ગીરધરસિંગ સોઢા, ચીફ જનરલ મેનેજર જોગેન્દરસિંગ રાઠોડ સીનીયર જનરલ મેનેજર દિનેશ શર્માઅને ચીફ એકાઉન્ડ પરષોત્તમ જાંગીડ હતા જોકે પોતે આ કંપની માં ૨૦૧૦ માં જોઈન થયા બાદ લોકો ને બેન્ક કરતા વધુ વ્યાજ આપવાની લાલચ આપીને ૧,૯૩, ૮૨૧ લોકો પાસે આજદિન સુધીમાં રૂપિયા રોકાણ કરાવામાં આવ્યુ હતું.
વર્ષ ૨૦૧૯માં સોસાયટી ખોટમાં જતા થાપણદારોના કરોડો રૂપિયાની ઉચાપત કરી ફરાર થઇ ગયા હતા જોકે ૩૯૧ કરોડની ઉચાપત મામલે રાજસ્થાન ના જયપુર ગુજરાત રાજકોટમાં સીઆઇડી ક્રાઇમ માં અને રાજસ્થન ના અલગ અલગ જિલ્લા ફરિયાદ નોંધાઈ હતી ત્યારે આરોપી ની પોલીસે ધરપકડ કરી અને રાજસ્થન સાથે રાજકોટ સીઆઇડી ક્રાઇમ પોલીસ ને જાણકારી આપી આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.