Western Times News

Gujarati News

ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસના ૯૦૮ કેસ આવ્યા

ગાંધીનગર, રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. ધીરે ધીરે હવે કોરોનાનો આંકડો ૧૪૦૦ ને પાર પહોંચ્યો હતો. જો કે અચાનક નાટ્યાત્મક રીતે સરકારે ટેસ્ટમાં ઘટાડો કરતા હવે કોરોનાના કેસમાં પણ ઘટાડો નોંધાયો છે. સરકારે જાણે કોરોનાને કાબુમાં લેવાની અક્સીર દવા શોધી કાઢી છે. ટેસ્ટ ઘટાડો દર્દીઓની સંખ્યા આપોઆપ ઘટી જશે. આજે રાજ્યમાં ૯૦૮ નવા દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ રાજ્યમાં ૧૧૦૨ દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ ૧,૫૦,૬૫૦ દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર ૮૯.૬૩ ટકા થઇ ચુક્યો છે.

રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ ૫૧,૦૪૬ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ ૭૮૫.૩૨ પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૫૭,૯૩,૭૮૮ ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ ૫,૨૪,૬૦૨ વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી ૫,૨૪,૩૮૫ વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે ૨૧૭ વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રિકવરી રેટ ૮૯.૬૩ ટકા છે જે ખુબ જ સારો હોવાનું સરકાર દ્વારા જણાવવામાં આવી રહ્યા છે. જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ ૧૩,૭૩૮ એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર ૬૧ છે. જ્યારે ૧૩૬૭૭ લોકો સ્ટેબલ છે. ૧,૫૦,૬૫૦ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ ૩૬૯૩ લોકોનાં મોત નિપજ્યા છે. આજે ૦૪ લોકોનાં મોત નિપજ્યાં છે. જે પૈકી અમદાવાદ કોર્પોરેશનના ૨, રાજકોટ કોર્પોરેશન ૧, સુરત કોર્પોરેશનના ૧ સહિત કુલ ૪ દર્દીઓનાં કોરોનાને કારણે મોત નિપજ્યાં છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.