Western Times News

Gujarati News

ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસનાં ૧૪૨૭ કેસ આવ્યા

प्रतिकात्मक

અત્યાર સુધીમાં કુલ ૮૦૩૩૩૮૮ ટેસ્ટ કરવામાં આવ્યા તેમજ ૧૯૫૩૬૫ લોકો સાજા થતા ડિસ્ચાર્જ કરાયા હતા

ગાંધીનગર, રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૧૫૪૦ કેસ સામે આવ્યા છે. તો રાજ્યમાં કોરોના મહામારીને લીધે વધુ ૧૩ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૪૨૭ દર્દીઓ કોરોનાની સારવાર બાદ સાજા થયા છે. નવા કેસની સાથે રાજ્યમાં કુલ કેસોની સંખ્યા ૨ લાખ ૧૪ હજાર ૩૦૯ થઈ ગઈ છે. તો મૃત્યુઆંક વધીને ૪૦૩૧ થઈ ગયો છે. રાજ્યમાં કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી ૧ લાખ ૯૫ હજાર ૩૬૫ દર્દીઓ સાજા થયા છે. ગુજરાતનો રિકવરી રેટ ૯૧.૧૬ ટકા છે.

અમદાવાદ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૯ દર્દીઓના મૃત્યુ થયા છે. આમ અમદાવાદમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. તો સુરત શહેરમાં બે લોકોના મૃત્યુ થયા છે. રાજકોટ કોર્પોરેશન અને વડોદરા કોર્પોરેશનમાં એક-એક દર્દીઓના મૃત્યુ થયા છે. આ છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં ૧૩ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે.

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાં ૩૩૮ કેસ નોંધાયા છે. ત્યારબાદ સુરત જિલ્લામાં ૨૪૬, વડોદરા ૧૮૪, રાજકોટ ૧૪૧, મહેસાણા ૬૯, બનાસકાંઠા ૩૬, ખેડા ૩૬, દાહોદ ૨૪, જામનગર ૪૨, કચ્છ ૩૦, પાટણ ૪૨, પંચમહાલ ૨૩, નવસારી ૬, અમરેલી ૨૭, સાબરકાંઠા ૨૨, નર્મદા ૧૪, ભાવનગર ૨૦, આણંદ ૨૦, મહિસાગર ૧૬, જુનાગઢ ૨૩, અરવલ્લીમાં ૯, સુરેન્દ્રનગર ૧૫, ગીર સોમનાથમાં ૯ કેસ નોંધાયા છે. ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યા ૧૪ હજાર ૯૧૩ છે. જેમાં ૯૬ દર્દીઓ વેન્ટિલેટર પર છે. તો અત્યાર સુધી ૧,૯૫,૩૬૫ દર્દીઓ સાજા થયા છે. જ્યારે ૪૦૩૧ દર્દીઓના મૃત્યુ થયા છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૬૯૭૩૫ ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો અત્યાર સુધી ૮૦૩૩૩૮૮ ટેસ્ટ થયા છે. રાજ્યમાં આજની તારીખે ૫,૩૩,૩૮૬ વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઇન છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.