ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસના ૯૯૨ કેસ આવ્યા
ગાંધીનગર, ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાના કુલ ૫૧,૯૨૭ ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં. જેથી કુલ ટેસ્ટનો આંકડો પણ ૫૮,૪૫,૭૧૫ થયો છે. રાજ્યમાં ૯૯૨ નવા દર્દીઓ સામે ૧૨૩૮ દર્દીઓ સ્વસ્થ થયા છે. જેથી સ્વસ્થ દર્દીઓનો આંકડો પણ ૧,૫૧,૮૮૮ એ પહોંચ્યો છે. રાજ્યની વસ્તીને ધ્યાનમાં લેતા દસ લાખની વસ્તી સામે પ્રતિ દિવસે ૭૯૮.૮૮ ટેસ્ટ થાય છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ ૫,૨૨,૭૧૯ વ્યક્તિઓને ક્વોરન્ટીન કરવામાં આવ્યાં છે. જે પૈકી ૫,૨૨,૫૦૨ વ્યક્તિઓ હોમ ક્વોરન્ટીનમાં છે અને ૨૧૭ વ્યક્તિઓને ફેસિલિટી ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યાં છે. આ ઉપરાંત રાજ્યમાં કુલ ૧૩૪૮૭ એક્ટિવ કેસ છે. જેમાંથી ૬૪ દર્દીઓને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે.
જ્યારે ૧૩૪૨૩ની સ્થિતિ સ્ટેબલ છે.રાજ્યમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. રાજ્યમાં કોવિડ ૧૯ના કારણે ૨૪ કલાકમાં વધુ ૫ દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. જેમાં સુરત કોર્પોરેશનમાં ૧, અમદાવાદ કોર્પોરેશનમાં ૨, ગાંધીનગર અને ગાંધીનગર કોર્પોરેશનમાં ૧-૧ મોત નીપજ્યાં છે. જેથી હવે રાજ્યમાં કોરોનાની મહામારીને કારણે કુલ મૃત્યુઆંક પણ ૩૬૯૮ થયો છે.ભારતમાં ૧૦૧ દિવસ પછી કોરોનાના સૌથી ઓછા કેસ નોંધાયા છે.
જેનાથી આશાનું કિરણ જોવા મળ્યું છે. સોમવારે ભારતમાં કોરોનાના ૩૬,૬૦૪ નવા કેસ સામે આવ્યા હતાં. જે ગત ૩ મહિનામાં સૌથી ઓછા છે. આ પહેલા ૧૭ જુલાઈએ ૩૫,૦૬૫ નવા કેસ સામે આવ્યા હતાં. ૨૪ કલાકમાં ભારતમાં કોરોનાનો સૌથી વધુ પ્રકોપ કેરળમાં જોવા મળ્યો હતો જ્યાં ૪૨૮૭ કેસ નોંધાયા હતાં તો ગુજરાતમાં પણ ૨૪ કલાકમાં ૯૯૨ કેસ નોંધાતા કુલ આંકડો ૧૬૯૦૭૩એ પહોંચ્યો છે.SSS