Western Times News

Gujarati News

ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસનાં ૧૫૧૨ કેસ આવ્યા

प्रतिकात्मक

ગાંધીનગર, રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૧૫૧૨ કેસ સામે આવ્યા છે. તો રાજ્યમાં કોરોના મહામારીને લીધે વધુ ૧૪ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૫૭૦ દર્દીઓ કોરોનાની સારવાર બાદ સાજા થયા છે. નવા કેસની સાથે રાજ્યમાં કુલ કેસોની સંખ્યા ૨ લાખ ૧૨ હજાર ૭૬૯ થઈ ગઈ છે. તો મૃત્યુઆંક વધીને ૪૦૧૮ થઈ ગયો છે. રાજ્યમાં કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી ૧ લાખ ૯૩ હજાર ૯૩૮ દર્દીઓ સાજા થયા છે. ગુજરાતનો રિકવરી રેટ ૯૧.૧૫ ટકા છે.

અમદાવાદ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૮ દર્દીઓના મૃત્યુ થયા છે. આમ અમદાવાદમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. તો સુરત શહેરમાં બે અને ગ્રામ્યમાં એક મળીને કુલ ત્રણ લોકોના મૃત્યુ થયા છે. ગાંધીનગર, રાજકોટ અને સાબરકાંઠામાં પણ એક-એક દર્દીઓના મૃત્યુ થયા છે. આ છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં ૧૪ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે.

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ જિલ્લામાં ૩૨૫ કેસ નોંધાયા છે. ત્યારબાદ સુરત જિલ્લામાં ૨૫૨, વડોદરા ૧૭૬, રાજકોટ ૧૫૩, મહેસાણા ૭૪, બનાસકાંઠા ૪૪, ખેડા ૪૨, દાહોદ ૩૫, જામનગર ૪૫, કચ્છ ૨૮, પાટણ ૨૮, પંચમહાલ ૨૨, નવસારી ૧૮, અમરેલી ૨૦, સાબરકાંઠા ૧૮, નર્મદા ૧૪, ભાવનગર ૧૮, આણંદ, મહિસાગર, જુનાગઢ અને મહીસાગરમાં ૧૧-૧૧, અરવલ્લીમાં ૧૦, સુરેન્દ્રનગર ૫, ગીર સોમનાથમાં ૮ કેસ નોંધાયા છે.

ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યા ૧૪ હજાર ૮૧૩ છે. જેમાં ૯૩ દર્દીઓ વેન્ટિલેટર પર છે. તો અત્યાર સુધી ૧,૯૩,૯૩૮ દર્દીઓ સાજા થયા છે. જ્યારે ૪૦૧૮ દર્દીઓના મૃત્યુ થયા છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૬૮૧૮૬ ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો અત્યાર સુધી ૭૯,૬૩,૬૫૩ ટેસ્ટ થયા છે. રાજ્યમાં આજની તારીખે ૫,૨૯,૭૦૪ વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઇન છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.