ગુજરાત વણકર સેવા સમાજની વડોદરા શાખા દ્વારા ૧૯મો લગ્ન મહોત્સવ યોજાયો
સામાજિક ન્યાય અને કલ્યાણ મંત્રીશ્રી તથા વડોદરા જિલ્લા પ્રભારી મંત્રીશ્રી પ્રદીપભાઈ પરમારની ખાસ ઉપસ્થિતિ ૧૯મા લગ્ન મહોત્સવમાં હતો ૧૩ યુગલોએ પ્રભુતામાં પગલાં માંડયાં.
વડોદરા, સામાજિક ન્યાય અને કલ્યાણ મંત્રીશ્રી તથા વડોદરા જિલ્લા પ્રભારી મંત્રીશ્રી પ્રદીપભાઈ પરમાર વડોદરા ખાતે સમૂહ લગ્નોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા.
વડોદરા ખાતે ગુજરાત વણકર સેવા સમાજની વડોદરા શાખા દ્વારા ૧૯મો લગ્ન મહોત્સવ યોજાયો હતો. જેમાં ૧૩ યુગલોએ
સપ્તપદીના ફેરા ફરી પ્રભુતામાં પગલાં માંડયાં હતાં.
મહાનુભાવોએ નવદંપતીને આશીર્વાદ પાઠવી દામ્પત્ય જીવન ખુશખુશાલ રહે એવી શુભેચ્છાઓ આપી હતી આ પ્રસંગે અધિક કલેકટરશ્રી ગોપાલભાઈ બામણિયા, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી પી.આર. ઝાલા, ગુજરાત વણકર સેવા સમાજ અમદાવાદના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મણીભાઈ વાઘેલા, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી અશ્વિન પટેલ, કોર્પોરેટરશ્રી રશ્મિકાબેન વાઘેલા, ગુજરાત વણકર
સેવા સમાજની વડોદરા શાખાના કારોબારી સભ્યો ગોરધનભાઈ આર્ય, મુકેશભાઈ કોલસાવાલા, પી.એમ.ચાવડા, શંકરભાઈ એમ. પરમાર, મિત્તલબેન પટેલ પણ જોડાયા હતા.