Western Times News

Gujarati News

ગુજરાત વિદ્યાપીઠ ખાતે જ્યોતિષ મહાસંમેલન-પદવીદાનનો શુભારંભ

અમદાવાદ, અમદાવાદ શહેરની ગુજરાત વિદ્યાપીઠ ખાતે ઈન્ટરનેશનલ એસ્ટ્રો ફાઉન્ડેશન અને મહર્ષિ વેદવ્યાસ એકેડમીના ઉપક્રમે ત્રિદિવસીય આંતરરાષ્ટ્રીય જ્યોતિષ મહાસંમેલન અને પદવીદાન કાર્યક્રમનો  શુભારંભ કરવામાં આવ્યો હતો. સનાતન સંસ્કૃતિ દિવસે-દિવસે લુપ્ત થઈ રહી છે. પ્રાચીન વિદ્યા પ્રણાલીકાને જીવીત રાખવા હેતુ જેમણે પોતાનું જીવન સમાજ પ્રત્યે સમર્પિત કર્યું છે એમના મનોબળને વધુ પ્રબળ બનાવવા હેતુ અને એમના સંશોધનોને પ્રેરણા આપવા માટે તા. ૬ માર્ચથી ૮મી માર્ચ ૨૦૨૦ સુધી આ ત્રિદિવસીય જ્યોતિષ મહાસંમેલન અને પદવીદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ મહાસંમેલનમાં જ્યોતિષવિદ્યા ક્ષેત્રે નવા સંશોધનો અને સનાતન સંસ્કૃતિ વિશે ગહન ચર્ચા વિચારણા કરવામાં આવશે. પૂજ્ય મહાત્મા ગાંધીજીની ૧૫૦ વર્ષની જન્મ જયંતિ ભારત સરકાર દ્વારા ઉજવણી કરાઈ રહી છે ત્યારે આ જન્મ જંયતિને શબ્દ સ્વરૂપે સાકાર કરવા માટે વેદવ્યાસ અકાદમીના કુલાધિપતિ પ્રિ. ડો.યોગેશ્વર શા†ી દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦ ફૂટથી પણ લાંબી હસ્તલિખિત અને ચિત્રાંકન સાથે જન્મપત્રિકા તૈયાર કરવામાં આવી છે. આ અંગેનો વર્લ્ડ રેકોર્ડ ઓફ ઈÂન્ડયામાં આજે રજીસ્ટર્ડ કરવામાં આવેલ છે. આ જન્મપત્રિકાનું મહાસંમેલનના મંચ ઉપરથી ૪૦૦ જેટલા જ્યોતિષાચાર્યોની ઉપÂસ્થતીમાં વિમોચન કરવામાં આવ્યું હતું. આ જન્મપત્રિકામાં મહાત્મા ગાંધીજી વિશેષ સહિત નિરયન ગ્રહો અને સાયન ગ્રહો, આમ ભારત વર્ષમાં વપરાતી અને જરૂર પુરતી તમામ ગણતરી કરવામાં આવેલ છે. જેમાં વિવિધ અનેક હેતુસભર કુંડલીઓનું ગણિત પણ કરવામાં આવ્યું છે.

ભરૂચ જિલ્લાના શુક્લતીર્થના વતની ૬૩ વર્ષીય પૂ. યોગેશ્વર શા†ી પોતે નવદુર્ગા જ્યોતિષના સ્થાપક છે. તેમણે ૨૫ વર્ષ સુધી સંસ્કૃત પાઠશાળામાં અધ્યાપન કાર્ય કરાવ્યું છે. આ કુંડલી નિર્માણમાં યોગેશ્વર શા†ીને ૧૨થી ૧૩ દિવસોનો સમય લાગ્યો હતો અને ૧૪ જેટલી વ્યÂક્તઓનો આવશ્યકતા અનુસાર સાથ અને સહકાર લેવામાં આવ્યો હતો.

ગુજરાત વિદ્યાપીઠના ડાયમંડ જ્યુબીલી હોલ ખાતે યોજાયેલ આ મહાસંમેલનમાં દેશના જુદા જુદા પ્રાંતોથી પધારેલા પ્રખર જ્યોતિષાચાર્યો અને સંસ્થાના પદાધિકારીઓએ જ્યોતિષજ્ઞાન અને આજની પરિÂસ્થતી વિશે પોતાના વિચારો રજુ કર્યાં હતા. આ સંસ્થા દ્વારા અગાઉ દેશ વિદેશમાં ૧૭ જેટલા મહાસંમેલનો અને પદવીદાન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. દેશભરમાંથી વિવિધ પ્રાંતો અને સ્થળોએથી આવેલા ૪૦૦થી વધુ જયોતિષીઓની હાજરી નોંધનીય બની રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.