Western Times News

Gujarati News

ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો ની પેટાચૂંટણીમાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોની શપથવિધિ સંપન્ન

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિ

વિધાનસભાના અધ્યક્ષશ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ  શપથ લેવડાવ્યા રાજ્ય મંત્રી મંડળના સભ્યોની ખાસ ઉપસ્થિતિ

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ નવા ચૂંટાયેલા ભાજપના ધારાસભ્યોને અભિનંદન આપીને શુભેચ્છાઓ પાઠવી હતી. નોંધનીય છે કે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત વિધાનસભામાં ૧૧૧ બેઠકોના અંક ઉપર પહોંચી છે.

આ શપથવિધિ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ,સંસદીય બાબતોના મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમા,ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા, દંડક શ્રી,   મંત્રીમંડળના સભ્યશ્રીઓ તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં યોજાયેલી આઠ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ તમામ આઠ બેઠકો જીતીને વિજયપતાકા લહેરાવી છે જેમાં અબડાસા બેઠક પરથી શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, મોરબીમાંથી શ્રી બ્રિજેશ મેરજા, ધારીમાંથી શ્રી જે. વી. કાકડીયા, કરજણમાંથી શ્રી અક્ષય પટેલ, ગઢડામાંથી શ્રી આત્મારામ પરમાર, કપરાડામાંથી શ્રી જીતુભાઇ ચૌધરી, ડાંગમાંથી શ્રી વિજયભાઇ પટેલ તેમજ લિંબડીમાંથી શ્રી કિરિટસિંહ રાણાનો વિજય થયો છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.