ગુજરાત વિધાનસભાની ચૂંટણીની પંચ દ્વારા ક્વાયત શરૂ
(પ્રતિનિધિ) ગાંધીનગર, ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓના પગલે ચૂંટણી તંત્ર દ્વારા કવાયત શરૂ કરી છે. જેમાં ઇવીએમ ની ચકાસણી , મતદાર યાદી તેમજ નોંધણીની સમીક્ષા અને મતદાન કેન્દ્રોમાં સુવિધાઓ સુનિશ્ચિત કરવા સહિતના મુદ્દે ખાસ વિડીઓ કોંફરન્સ યોજાઈ હતી.
જેમાં રાજ્યના તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ સાથે મુખ્ય નિર્વાચીન અધિકારી પી.ભરતીએ મહત્વના સૂચનો કરી કામગીરી અંતર્ગત કેટલીક સૂચનાઓ આપી છે.
રાજ્યમાં વિધાનસભા ની આવી રહેલી ચૂંટણીઓ ના પરિપ્રેક્ષયમાં ચૂંટણી તંત્ર હરકતમાં આવ્યું છે. અને ચૂંટણી લક્ષી બાબતોનો તબક્કાવાર બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે કેન્દ્રીય ચૂંટણીપંચ ના મુખ્ય નિર્વાચીન અધિકારી પી.ભરતી એ રાજ્યના તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ સાથે મહત્વની વિડીઓ કોંફરન્સ કરી હતી.
જેમાં મતદાર નોંધણી અંગે ખાસ સમીક્ષા કરવામાં આવી હતી. ઉપરાંત આગામી ૧૫ જુલાઈથી ઇવીએમ ની ચકાસણી શરૂ કરવાની સૂચના આપી છે. સાથે સાથે જ્યાં ઇવીએમ રાખવામાં આવે છે તે વેર હાઉસ જગ્યાની સુરક્ષા વ્યવસ્થા ચકાસવાની સ્પષ્ટ સૂચના તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ ને આપી છે.