Western Times News

Gujarati News

ગુજરાત વિધાનસભાની ચોમાસુ સત્રમાં ચાર વિધેયક રજૂ કરવામાં આવશે

ગાંધીનગર, ગુજરાત વિધાનસભાનું ચોમાસુ ટૂંક સત્ર ૨૭ અને ૨૮ સપ્ટેમ્બરે યોજાઇ રહ્યું છે. દરમિયાન ચાર સરકારી વિધેયકો ગૃહમાં રજૂ કરવામાં આવશે. ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેનદ્ર પટેલના નેતૃત્વની નવરચિત સરકાર બાદ વિધાનસભાનું ચોમાસુ ટૂંકુ પ્રથમસત્ર ૨૭ અને ૨૮ સપ્ટેમ્બર બે દિવસ માટે યોજાશે. વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્યના અધ્યક્ષસ્થાને યોજાનારા સત્રમાં ચાર સરકારી વિધેયકો રજૂ કરવામાં આવશે.

જેમાં ભાગીદારી પેઢીના હિત સહિત મહત્વના વિધેયકો ગૃહમાં રજૂ થશે. પ્રાપ્ત થયેલી વિગત મુજબ ભાગીદારી પેઢીમાં સર્જાતાં વિવાદનો અંત લાવવા નવી ઓથોરીટીની રચના કરવામાં આવશે. ગૃહમાં નાણાંપ્રધાન કનુભાઇ દેસાઇ આ અંગેનું સરકારી વિધેયક ગૃહમાં રજૂ કરશે.વિધેયકમાં થયેલી જાેગવાઇ મુજબ અરજદારોને વાંધો હોય તો અત્યારસુધી હાઇકોર્ટમાં ધક્કા ખાવા પડતાં હતા.

હવે નવી જાેગવાઇ મુજબ વહીવટીતંત્ર સામે વાંધો હશે તો અપીલનો નિકાલ કરવા ઓથોરીટ રચાશે વિધેયકના કારણે ભાગીદારી નોંધણીમાં સ,રળતા , ઓનલાઇન ભાગીદારી , ભાગીદારોના પાનકાર્ડ લીંન્ક કરવાના રહેશે. સ્વતંત્ર ઓથોરીટી હેતુ રજીસ્ટ્રેશન ફી પણ દાખલ થઇ શકે છે. નાણાંપ્રધાન કનુભાઇ દેસાઇ આ વિધેયક ગૃહમાં રજૂ કરશે.આ ઉપરાંત અન્ય ૩ વિઘેયક રજૂ કરવામાં આવશે.

અન્ય કયા ૩ વિધેયક રજૂ થશે તેમાં ખાનગી યુનિ.ગુજરાત સુધારા વિધેયક જે શિક્ષણ મંત્રી,સ્કિલ યુનિ.એકટ અને કૌશલ્યવર્ધક વિધેયક શ્રમ અને રોજગાર મંત્રી અને ભારત ભાગીદાર ગુજરાત સુધારા વિધેયક નાણાંમંત્રી રજુ કરશે ચોમાસુ સત્રના પ્રથમ જ દિવસે ચાર સરકારી વિધેયકો ગૃહમા રજૂ થશે.ત્યારે વિપક્ષનું વલણ કેવા પ્રકારનું રહેશે તે ગૃહમાં જાેવાનું રહેશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.