ગુજરાત વિધાનસભાબજેટઃ ક્લાસ-રૂમ, ડિજિટલ લર્નિંગ સાથે રાજ્યમાં મોર્ડન સ્કૂલો, ભાવિ પેઢી ભણે એના માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત

ગાંધીનગર, આપણી સંસ્કૃતિ જ્ઞાનની ઉપાસનાને વરેલી છે. માળખાગત તેમજ ગુણવત્તાલક્ષી પ્રયોગો દ્વારા શૈક્ષણિક સ્તરને ઉચ્ચ કક્ષાએ લઇ જવા અમારી સરકાર કટિબદ્ધ છે એવું નાણામંત્રી કનુભાઈએ બજેટ ભાષણ દરમિયાન જણાવ્યું છે. સાથે જ પોતાના બજેટ ભાષણ દરમિયાન તેમણે જણાવ્યુંકે, માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના દૂરંદેશી માર્ગદર્શન હેઠળ બાળકો અને યુવાનોના સશક્તિકરણ માટે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઘડવામાં આવી છે.
આ નીતિમાં સંશોધન અને સર્જનાત્મકતા, કૌશલ્ય નિર્માણ અને રોજગારી પર ભાર મૂકવામાં આવેલ છે. લિંગ સમાનતા અને શાળામાં નામાંકન સુનિશ્ચિત કરીને ગુણવત્તાયુક્ત શિક્ષણ માટેની દિશા નક્કી કરવામાં આવેલ છે.
આ નીતિમાં આઇ.સી.ટી.-સક્ષમતા, સ્માર્ટ ક્લાસ-રૂમ, ડિજિટલ લર્નિંગ, માળખાકીય સુવિધાઓ અને લેબોરેટરીઓ પર વધુ ધ્યાન આપવામાં આવશે. ઓવરઓલ રાજ્યમાં શિક્ષણના સ્તરને ઉપર લાવવા માટે સ્કૂલોને મોર્ડન બનાવવામાં આવશે.
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણઃ મિશન સ્કૂલ્સ ઓફ એકસેલન્?સ યોજના હેઠળ રાજ્યની જુદી જુદી શાળાઓની માળખાકીય સગવડો તેમજ શિક્ષણની પદ્ધતિમાં સુધારાઓ માટે જાેગવાઇ ૧૧૮૮ કરોડ., પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં જર્જરિત ઓરડાઓમાં તેમજ નવા ઓરડાઓના નિર્માણ માટેનું સઘન અભિયાન સરકારે હાથ ધર્યું છે હાલમાં અઢી હજાર ઓરડાઓનું કામ પ્રગતિ હેઠળ છે અને આગામી વર્ષે ૧૦ હજાર નવા ઓરડાઓના નિર્માણનું લક્ષ્યાંક રાખેલ છે.
આ માટે જાેગવાઇ ’૯૩૭ કરોડ. આઝાદીના અમૃત મહોત્સવના અવસરે ગુજરાત રાજ્યના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાયુકત શિક્ષણ નિવાસી ધોરણે આપી શકાય તે માટે ૫૦ જ્ઞાન શક્તિ રેસિડેન્?શીયલ સ્કૂલ્સ સામાજિક ભાગીદારીના ધોરણે શરૂ કરી ૧ લાખ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનું નક્કી કરેલ છે.
આ યોજના અંતર્ગત આગામી વર્ષ માટે જાેગવાઇ ૯૦ કરોડ. સૈનિક સ્કૂલ બાલાચડી, જામનગરને નવતર સુવિધાઓથી સુસજ્જ બનાવવા અને તેમાં રાજ્યની સરકારી શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે તો તેમને શિક્ષણ અને અન્ય તમામ સેવાઓ વિના મૂલ્યે મળે તે માટે જાેગવાઇ ’૨૮ કરોડ. દૂધ સંજીવની યોજનાનો વ્યાપ વધારી જાંબુઘોડા અને મોરવા-હડફ તાલુકાનો સમાવેશ કરવામાં આવશે.
અંદાજે ૫૦ લાખ બાળકોને મધ્યાહ્ન ભોજન યોજના, અન્ન સંગમ યોજના, દૂધ સંજીવની યોજના અને સુખડી યોજનાનો લાભ આપવા માટે જાેગવાઈ ’૧૦૬૮ કરોડ. રાઇટ ટુ એજયુકેશન એકટ અંતર્ગત રાજ્યમાં ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે જાેગવાઇ ’૬૨૯ કરોડ.
અંદાજે ૧૧ લાખ વિદ્યાર્થીઓને એસ.ટી.બસ ફ્રી પાસ કન્સેશન માટે જાેગવાઈ ૨૦૫ કરોડ. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત જાેગવાઈ ’૧૨૯ કરોડ. છેવાડાના તથા અંતરિયાળ વિસ્તારોમાં ૨૪૫ ક્સ્તુરબા ગાંધી વિદ્યાલયમાં અભ્યાસ કરતી ૨૭ હજાર જેટલી બાળાઓ માટે મફત રહેવા તથા ભોજનની વ્યવસ્થા માટે જાેગવાઈ ’૧૨૨ કરોડ.
ઘરથી શાળાનું અંતર એક કિલોમીટર થી વધુ હોય તેવા ૨ લાખ ૩૦ હજાર કરતાં વધુ પ્રાથમિક શાળાના બાળકોને શાળાએ લાવવા-લઇ જવા માટે જાેગવાઇ ૧૦૮ કરોડ. શાળા બહારના બાળકોને શાળા સુધી લાવવાના પ્રયત્નો તેમજ આવા બાળકોને અભ્યાસ તેમજ અન્ય ખાસ પ્રકારની તાલીમ આપવા માટે જાેગવાઈ ’૮૭ કરોડ.
વીજળીકરણ અને પીવાના પાણીની સુવિધાઓની ખૂટતી કડી પૂરી કરવા અને શાળાઓને સ્વચ્છતા સહાય માટે જાેગવાઇ ’૮૧ કરોડ. સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા તમામ જાતિના વિધાર્થીઓને વિનામૂલ્યે પાઠયપુસ્તકો પૂરા પાડવા જાેગવાઈ ’૧૪૫ કરોડ. શાળાઓમાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકો માટે થેરાપીની સગવડ વિકસાવવા તેમજ વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકોને સાધન સહાય આપવા માટે જાેગવાઈ ’૨૧ કરોડ કરવામાં આવી છે.HS