ગુજરાત વિધાનસભા અનુસુચિત જનજાતિ કલ્યાણ સમિતીએ રાજપારડી GMDCની મુલાકાત લીધી
ભરૂચ : ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી નજીકના જી.એમ.ડી.સી સંચાલિત લીગનાઈટ પ્રોજેક્ટ ની ગુજરાત વિધાનસભાની અનુસુચિત જનજાતિ કલ્યાણ સમિતિએ મુલાકાત લીધી હતી.
જાણવા મળ્યા મુજબ સ્થાનિક આદિવાસી વિસ્તારના લોકોએ સમિતીને લીઝને લગતી રજુઆતો કરતા સમિતી દ્વારા યોગ્ય કરવા હૈયાધારણ આપી હોવાનું જાણવા મળ્યુ છે. સમિતિના અધ્યક્ષ મોહનભાઈ ઢોડીયા,સમિતિના સભ્યો ડો.અનિલ જોષીયારા,અભેસિંહ તડવી ઉપરાંત ધારાસભ્ય મહેશભાઈ વસાવા,ગુજરાત વિધાનસભાના ઉપસચિવ વિનોદભાઈ રાઠોડ સહિતના અધિકારીઓએ જી.એમ.ડી.સી લીગ્નાઈટ માઇનીંગ લીઝની મુલાકાત લઇને માહિતી મેળવી હતી આ મુલાકાત દરમ્યાન સમિતીની સાથે નિવાસી અધિક કલેકટર જે.ડી.પટેલ,જી.એમ.ડી.સી ના જનરલ મેનેજર પ્રોજેક્ટ સ્વાગત રાય,ઉધોગ તેમજ ખાણ વિભાગના નાયબ સચીવ ડી.જી.ચૌધરી,ભૂસ્તરશાસ્ત્રી જે.એમ.પટેલ,એમ.ડી.વ્યાસ,કે.જે. રાજપુરા સહિતના સંબંધિત અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહીને સમિતિને પુરતી વિગતો આપીને વિસ્તારમાં માહિતી આપી હતી.