Western Times News

Gujarati News

ગુજરાત વીન્ટેજ એન્ડ ક્લાસિક કાર કલબ દ્વારા અમદાવાદમાં પાંચમો હેરિટેજ કાર શો યોજશે

80 વીન્ટેજ અને કલાસિક કાર અને 20 મોટરસાયકલ્સ તા. 8 અને 9 ફેબ્રુઆરીના રોજ યોજાનારા શોમાં સામેલ થશે.  શો પછી ગુજરાત હેરિટેજ ડ્રાઈવ યોજાશે

અમદાવાદ: ભારતના એક માત્ર વર્લ્ડ હેરિટેજ સીટી, અમદાવાદમાં તા. 8 અને 9 ફેબ્રુઆરીના રોજ  પાંચમો હેરિટેજ કાર શો યોજાઈ રહ્યો છે. ગુજરાત વીન્ટેજ એન્ડ ક્લાસિક કાર કલબ (GVCCC) અને અમન-આકાશ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે યોજાઈ રહેલા આ શોમાં 80 વીન્ટેજ અને કલાસિક કાર અને 20 મોટરસાયકલ્સ  ભાગ લેશે.

જીવીસીસીસીના કન્વીનર શ્રી ચંદન નાથ જણાવે છે કે “હેરીટેજ કાર શો એ એક એવો સમારંભ છે કે જેમાં હેરિટેજ કારના માલિકો વીન્ટેજ બ્યુટી રજૂ કરશે. આપણે હવે ઈલેક્ટ્રીક કાર અને શેર્ડ મોબિલીટીના  યુગમાં જીવી રહ્યા છીએ પરંતુ આ વીન્ટેજ કાર્સ દ્વારા આધુનિક પરિવહનનો પાયો નંખાયો હતો.  કાર શોનો ઉદ્દેશ માત્ર કાર પ્રદર્શિત કરવાનો જ નથી પણ વિન્ટેજ કાર જાળવી રાખવામાં સહાયરૂપ થવાનો  અને નવી પેઢી પ્રગતિશીલ હોવા છતાં તેને જૂની પરંપરાનુ મૂલ્ય સમજાવવાનો છે.”

જીવીસીસીસીના સ્થાપક પ્રેસીડેન્ટ શ્રી સુબોધ નાથ જણાવે છે કે ગુજરાત અને અન્ય રાજ્યોની 80 વીન્ટેજ કાર અને 20 મોટરસાયકલ્સ  આ શોમાં સામેલ થઈ રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે “તા. 8 ફેબ્રુઆરીના રોજ સવારે આ બધી કાર કોટ વિસ્તારમાં ભદ્રના કિલ્લા, સીદી સૈયદની masjid, હઠીસીંગ જૈન મંદીર, માણેક બુર્જ, અને એલિસબ્રીજ તથા અન્ય વિસ્તારોમાંથી પસાર થશે. તે પછી હાઉસ ઓફ અમન આકાશ ખાતે સમાપન થશે. ”

હાઉસ ઓફ અમન આકાશના હેમેશ પટેલ જણાવે છે કે આ શો મામૂલી ફી સાથે તમામ લોકો માટે ખુલ્લો રખાયો છે, જ્યારે 10 વર્ષ સુધીની ઉંમરનાં બાળકોને વીના મૂલ્યે પ્રવેશ આપવામાં આવશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે “અમે વર્ષ 2012થી આ શોનુ આયોજન કરી રહ્યા છીએ અને તે દરેક વખતે લોકપ્રિયતા મેળવતો રહ્યો છે. તે દર વર્ષે 15 થી 20 હજાર મુલાકાતીઓને આકર્ષે છે. વીન્ટેજ કાર્સ તથા સંગીત અને આહાર સાથેનુ ઉત્સવ જેવુ વાતાવરણ તમામને માટે આનંદ અને જાણકારી મેળવવાનો આદર્શ સમારંભ બની રહે છે. ”

શો સમાપ્ત થતાં 15 વીન્ટેજ કાર અને કેટલીક મોટરસાયકલ્સ એફએચવીઆઈ ગ્રાન્ડ ગુજરાત હેરિટેજ ડ્રાઈવ 2020 માં સામેલ થશે. ફેડરેશન ઓફ હિસ્ટોરીક વેહીકલ્સ ઓફ ઈન્ડીયાના પ્રેસીડેન્ટ શ્રી રવિપ્રકાશના જણાવ્યા મુજબ “આ વાહનો અમદાવાદથી તા. 10 ફેબ્રુઆરી ના રોજ માઉન્ટ આબુ, કચ્છનુ નાનુ રણ, કચ્છનુ રણ, માંડવી અને રાજકોટની મુસાફરીએ જશે. 16 ફેબ્રુઆરીના રોજ આ ડ્રાઈવનો સમાપન થશે. ડ્રાઈવનો ઉદ્દેશ હેરિટેજ, સંસ્કૃતિ અને ગુજરાતનુ વન્યજીવનને દર્શાવવાનો અને પ્રવાસનને પ્રોત્સાહન આપવાનો છે.  વીન્ટેજ કાર અને મોટરસાયકલ્સનો કાફલો રાજ્યભરમાં સફર કરશે ત્યારે એક જોવા લાયક દ્રશ્ય રચાશે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.