Western Times News

Gujarati News

ગુજરાત શિક્ષણબોર્ડ દ્વારા લેવાતી ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા મોકૂફ : અન્ય ધોરણોના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન

પ્રતિકાત્મક

અમદાવાદ, ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધો ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓ હાલ પુરતી મોકુફ રાખવાની સત્તાવાર જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે હવે પછી તા ૧૫મેમના રોજ પરીસ્થિતિની સમીક્ષા કરી નવી તારીખો અંગે વિચારણ કરવામાં આવશે અને સરકારના આ નિર્ણયથી વાલીઓમા ખુશીનું મોજુ ફરી વળ્યુ છે

છેલ્લા ઘણા સમયથી વાલીઓ પરીક્ષા મોકુફ રાખવા માટે રજૂઆતો કરતા હતા તેના અનુસંધાનમાં આજે મળેલી હાઈપાવર કમિટીની બેઠકમાં સધન ચર્ચા વિચારણ કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે આ ઉપરાંત ધો ૧ થી ૯ અને ૧૧ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપાવાનો નિર્ણય લેવામાં આવ્યો છે રાજ્ય સરકારને આ નિર્ણયને સાવર્તીક આવકાર મળી રહ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.