Western Times News

Gujarati News

ગુજરાત સરકારના સહયોગથી ATIRA N99 માસ્કનું અદ્યતન કાપડ બનાવી રહી છે

અટીરા દ્વારા ૩૫ લાખ N99 માસ્કનું કાપડ ડી.આર.ડી.ઓ.ને પૂરું પાડવામાં આવ્યું હવે દેશના અન્ય જાહેર અને ખાનગી સંસ્થાનોની માંગ પૂરી કરાશે

ભારતભરમાં N99 માસ્કનું અદ્યતન કાપડ બનાવતી એક માત્ર સંસ્થા તરીકે અમદાવાદ ટેક્સટાઇલ્સ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ એસોશીએશન (ATIRA-અટીરા) જાણીતી છે. અટીરા દ્વારા ૩૫ લાખ N99 માસ્કનું ઉત્પાદન થઈ શકે તેટલું કાપડ ડી.આર.ડી.ઓ.ને પૂરું પાડવામાં આવ્યું છે. માર્ચ માસમાં મળેલી ડી.આર.ડી.ઓ.ની માંગ હાલમાં પૂર્ણ થતા અટીરા હવે અન્ય સરકારી વિભાગો, રાષ્ટ્રીય સંસ્થાનો અને ખાનગી કંપનીઓના ઓર્ડર પુરા કરવા તરફ વળશે.

અટીરાના નિયામક શ્રી પ્રજ્ઞેશ શાહના જણાવ્યા અનુસાર N99 માસ્ક ડી.આર.ડી.ઓ દ્વારા એઇમ્સ, સ્વાસ્થ્ય મંત્રાલય અને રક્ષા સંસ્થાનોને ઉપલબ્ધ કરાવાયા છે. પોલીએમાઇડ-૬ પ્રકારનું નાયલોન ફિલ્ટર કાપડના ઉત્પાદનમાં વાપરવામાં આવે છે.

ગુજરાત સરકારના સહયોગથી ATIRA N99 માસ્કનું અદ્યતન કાપડ બનાવી રહી છે. ‘અટીરા’ના નેનો વિભાગમાં કાર્યરત નેનોઈલેક્ટ્રો સ્પિનીંગ મશીન રાજ્ય સરકારની ઉદ્યોગ કમિશનર કચેરીના આર્થિક સહયોગથી ખરીદવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે,  N95 માસ્કની ફિલ્ટરેશન કેપેસિટિ (ગાળણ ક્ષમતા) 95% હોય છે. 0.3 માઇક્રોનથી મોટા તમામ કણો (પાર્ટિક્યુલેટ મેટર) N95 માસ્ક ૯૫%ની ક્ષમતા સાથે ફિલ્ટર કરી શકે છે. જ્યારે N99 માસ્કની ગાળણ ક્ષમતા લગભગ ૧૦૦% (૯૯.૯૯%) હોય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.