ગુજરાત સરકારનું સ્કિલ ડેવલપમેન્ટ ક્ષેત્રે મહત્વનું પગલું: શિક્ષણ અને ટેક્નોલોજી સમન્વય કોર્ષ શરૂ થશે
અમદાવાદ , ગુજરાતના શ્રમ અને રોજગાર વિભાગના નેજા હેઠળ કૌશલ્ય- ધ સ્કીલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે. ઓક્ટોબર-૨૦૨૧થી શરૂ થયેલી આ યુનિ.,આ યુવા પેઢીને રોજગારલક્ષી વ્યવસાયિક તાલીમ અને શિક્ષણ પુરુ પાડવામાં આવશે. ૯ જેટલા ડિગ્રી કોષમાં ૬૦૦ સીટ ઉપલબ્ધ છે અને ૭૫ જેટલા સર્ટિફિકેટ કોષમાં ૨૦થી ૨૫ હજાર વિદ્યાર્થીઓ તાલીમબદ્ધ થઈ શકશે તેવું વ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે. દરેક કોષ બાદ યુવાનોને વિવિધ ઈન્ડસ્ટ્રીમાં રોજગારીનું સર્જન થઈ શકશે.
ગુજરાત સરકારે સ્કિલ ડેવલપમેન્ટ ક્ષેત્રેએ મહત્વપૂર્ણ પહેલ કરી છે. કૌશલ્ય યુનિ. વેબસાઈટ લોન્ચ કાર્યક્રમમાં મંત્રી બ્રિજેશ મેરજાએ મોટી જાહેરાત કરતાં કહ્યું છે કે કૌશલ્ય યુનિ. અંતર્ગત ડ્રોન ટેક્નોલોજીનું શિક્ષણ શરૂ થશે. શિક્ષણ અને ટેક્નોલોજી સમન્વય કોર્ષનો પણ આરંભ થશે.જેની તમામ માહિતી ઑનલાઇન પ્રાપ્ત થઈ શકે તે માટે www.kaushalyaskilluniversity.ac.in નામની વેબ સાઇટનું મંત્રી બ્રિજેશના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું.
મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન, અમદાવાદ ખાતે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મંત્રી બ્રિજેશ મેરજાએ જાહેરાત કરી હતી કે ભારત સરકારના વર્તમાન બજેટમાં ડ્રોન ટેકનોલોજીના વિકાસ પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે રાજ્ય સરકારે આ ટેક્નોલોજીને સાકાર કરવા માટેનો નિર્ધાર કર્યો છે અને તેથી રાજ્યન ITI કેન્દ્રો ખાતે ડ્રોનની તાલીમ અંગેના વિશેષ કોર્સ શરૂ કરાશે.અને યુવાનોને નિષ્ણાતો અને તજજ્ઞો દ્વારા કોચિંગ અને ટીચીંગ આપવામાં આવશે.જે પૈકી ૯ પાયલોટ ઇન્સ્ટ્રક્ટરને મંત્રીના હસ્તે પ્રશસ્તિ પત્ર અપાયા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આર્ત્મનિભર ભારતને સ્કીલ ઇન્ડિયા દ્વારા ચરિતાર્થ કરવાની તેઓની દીર્ઘ દ્રષ્ટિ ને અનુરૂપ રાજ્યના યુવાનોને શિક્ષણની સાથે સ્કીલ આપવાના નિર્ધાર સાથે આજ શૈક્ષણિક સત્રથી જુદા જુદા અભ્યાસક્રમો શરૂ કરવામાં આવી રહેલ છે. કૌશલ્યા ધ સ્કીલ યુનિવર્સિટી ને આ શૈક્ષણિક સત્ર ૨૦૨૨-૨૩ થી શૈક્ષણિક કાર્ય પ્રારંભ કરવા બદલ યુનિવર્સિટીના ટીમને અભિનંદન પાઠવું છુ, તથા આ યુનિવર્સિટીમાં જાેડાનાર તમામ યુવાનોને તેઓના સારા ભવિષ્ય માટે શુભકામના પાઠવું છું.
અત્યારે આ યુનિવર્સિટીની તમાંમની કામગીરી મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન પરથી થાય છે. પણ હવે મુખ્ય નવું ભવન અમદાવાદમાં શીલજ ખાતે ૨૦ એકર જમીનમાં તૈયાર કરવામાં આવશે.જ્યાં શૈક્ષણિક સુવિધાઓ સાથે લેબોરેટરી, લાયબ્રેરી, રમત-ગમત મેદાન, વાહન વ્યવહાર જેવી સુવિધાઓ તેમજ રહેણાંકને લગતી તમામ આધુનિક સુવિધાઓ ઊભી કરાશે.SS3KP