ગુજરાત સરકારે સરકારી કચેરીઓ માટે ૨૦૨૧ના વર્ષની રજાઓની યાદી જાહેર કરી
ગાંધીનગર ગુજરાત સરકારે ૨૦૨૧નાવર્ષની સરકારી કચેરીઓ માટેની જાહેર રજાઓની યાદી જાહેર કરી છે રાજય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં ૨૨ જાહેર રજા છે જયારે ૪૪ મરજિયાત રજા છે.આ યાદીમાં જાહેર રજાઓમાં પાંચ રજા રવિવારે આવતી હોવાથી તેનો સમાવેશ જાહેર રજાઓમાં કરવામાં આવ્યો નથી જયારે મરજિયાત રજાઓમાં આઠ રજા રવિવારના રોજ આવતી હોવાથી તેનો સમાવેશ મરજિયાત રજાના દિવસે જાહેર કર્યો નથી રવિવારે આવનારી રજાઓમાં મહાવીર જયંતિ,સ્વાતંત્ર દિવસ રક્ષા બંધન અને સરદાર વલ્લભાઇ પટેલ જન્મજયંતિ છે
આ ચાર રજાઓ રવિવારના દિવસે આવતી હોવાથી અને જાહેર રજાઓના લિસ્ટમાં સમાવેશ નથી કરાયો જાે કે શનિવારે આવતી ગાંધી જયંતિ ભાઇ બીજ અને નાતાલ પર્વની રજાને ૨૨ રજાની યાદીમાં સામેલ કરવામાં આવી છે. ગુજરાત સરકારે ૪૪ મરજિયાત રજાઓની પણ જાહેરાત કરી છે
જેમાં પણ આઠ રજા રવિવારના દિવસે આવતી હોવાથી અને મરજિયાત રજાના દિવસ તરીકે જાહેર કરવામાં આવી નથી સરકારી કર્મચારીઓ પોતાની પસંદગી પ્રમાણે ધાર્મિક બાધ વિન ાતહેવારના પ્રસંગોમા વધુમાં વધુ બે મરજિયાત રજાઓ ભોગવી શકશે જેના માટે કર્મચારીઓએ અગાઉથી લેખિત અરજી કરવી પડશે જેને યોગ્ય અધિકારી સરકારી કામકાજનું મહત્વ જાેઇને મંજુરી આપશે ૨૦૨૧ના વર્ષમાં બેંકોમાં કુલ ૧૬ રજા જાહેર કરવામાં આવી છે.જેમાં પાચ રજા રવિવારે આવતી હોવાથી તેનો સમાવેશ જાહેર રજામાં કરવામાં આવ્યો નથી