ગુજરાત સરકાર પેટ્રોલ-ડીઝલમાં નહીં ઘટાડે VAT
ગાંધીનગર, કેન્દ્ર સરકાર દ્વારા એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરી પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડાવામાં આવ્યા છે, ત્યારે તમામની નજર રાજ્ય સરકાર તરફ મંડાઈ છે. તમામ અપેક્ષા રાખી રહ્યાં છે કે, ગુજરાત સરકાર પણ સેસમાં ઘટાડો કરી અને પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કરી શકે છે. પણ આશાઓ પર પાણી ફરી વળ્યું છે.રાજ્ય સરકાર પેટ્રોલ-ડીઝલ પરની ડ્યુટી ઘટાડવાના મૂડમાં નથી.
પત્રકારે આ અંગે સવાલ કરતા વાઘાણી મૌન રહ્યા હતા. કેન્દ્ર સરકારના ર્નિણયને આવકર્યો એવો જવાબ રજૂ કર્યો હતો જ્યારે રાજ્ય સરકાર ડ્યુટી ઘટાડવા બાબતે છટકબારી શોધી હતી. જે ઈશારો કરે છે ગુજરાત સરકાર હાલમાં પેટ્રોલ ડીઝલની કિમતમાં ટેક્સમાં કોઈ ઘટાડો કરવા માંગતી નથી.
મહત્વનું છે કે કેન્દ્ર સરકારની અપીલ બાદ કેરળ અને મહારાષ્ટ્રમાં સરકાર VAT ઘટાડી ઈંધણથી દાઝેલી જનતાને મલમ ચોપડ્યો છે. પણ ગુજરાત સરકારે દિવાળી વખતે ૭ રૂપિયાનો ઘટાડો પહેલેથી જ આપી દીધો હોવાથી આ વખતે સરકાર કોઈ વેટ નહીં ઘટાડે તેવુ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં લેવાયેલા ર્નિણય અંગે જીતુ વાઘાણીએ માહિતી આપતા કહ્યું કે LPG ગેસ સિલિન્ડર પરવાનામાંથી ડિલરોને મુક્તિ આપી દેવામાં આવી છે. હવે કોઇ અધિકારી હવે LPG ગેસ પરવાના રદ્દ નહી કરી શકે. જેનો સીધો મતલબ એ થાય છે કે પહેલા ન્ઁય્ ગેસના વેચાણ કરવા માટે પરવાનાની જરૂર હતી, આ આધારે જ ગુજરાતના તમામ ડીલર્સ પોતાના નોંધાયેલા ગ્રાહકોને ગેસની બોટલ આપતા હતા. પણ જાે કોઈ મુશ્કેલી પડે તો પુરવઠા અધિકારીઑ તાબડતોબ ડીલર્સનો પરવાનો રદ્દ કરી નાખતા હતા.
જેથી ગેસ ડિલરોને સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો ગ્રાહકો હેરાન થતાં હતા. પણ કેબિનેટ બેઠકમાં લેવાયેલા ર્નિણય પ્રમાણે ન્ઁય્ ગેસ પરવાના માંથી મુક્તિ આપી દેવામાં આવી છે. ગુજરાત સરકારના આ ર્નિણયને ગેસ ડિલરો વધાવી રહ્યા છે. વર્ષ ૧૯૮૧ના આ કાયદામાં સુધારો કરવામાં આવ્યો હોવાની માહિતી પણ વાઘાણીએ આપી હતી.SS3MS