Western Times News

Gujarati News

ગુજરાત સરકાર રાજ્યમાં વધુ  પ્રવાસીઓ આકર્ષવા માટે  સજ્જ: પ્રવાસન વિભાગ

ગુજરાતના મુખ્ય પ્રધાન શ્રી વિજય રૂપાણી જણાવે છે કે ગુજરાત પ્રવાસીઓ માટે પસંદગીનુ સ્થળ બન્યું છે. તેમણે એસોસિએશન ઓફ ડોમેસ્ટીક ટુરિસ્ટ ઓપરેટર્સ  એસોસિએશનને રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રે  વધુ વિકાસ માટે યોગદાન આપવા અનુરોધ કર્યો છે.
અમદાવાદ,  સ્થાનિક ટુર ઓપરેટર્સના રાષ્ટ્રીય સંગઠન, એસોસિએશન ઓફ ડોમેસ્ટીક ટુરિસ્ટ ઓપરેટર્સ  એસોસિએશન (ADTOI)ના નવમા વાર્ષિક સંમેલન અને પ્રદર્શનનો અમદાવાદમાં શુક્રવારથી  પ્રારંભ થયો છે.

સરકારી મહાનુભવો, એસોસિએશન ઓફ ડોમેસ્ટીક ટુરિસ્ટ ઓપરેટર્સ  એસોસિએશન સભ્યો, હોટેલના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો તથા ટુરિઝમ ઉદ્યોગના આમંત્રિતો સહિત 400થી 500 ડેલીગેટસ આ સંમેલનમાં સામેલ થયા હતા. શુક્રવારે સાંજે આ સંમેલનનુ ઉદઘાટન  રાજ્ય કક્ષાના પ્રવાસન પ્રધાન વાસણભાઈ આહીર અને ગૃહપ્રધાન શ્રી પ્રવિણસિંહ જાડેજાએ કર્યું હતું.  આપણા માનવંતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વાતંત્ર્ય દિન પ્રસંગે તેમના પ્રવચનમાં સ્થાનિક પ્રવાસનના વિકાસ ઉપર ભાર મૂક્યો હતો અને જણાવ્યું હતું કે તે દરેક નાગરિક માટે અગ્રતા હોવી જોઈએ. રાજ્ય સરકારનો પ્રવાસન વિભાગ  રાજ્યમાં વધુને વધુ પ્રવાસીઓને ઈકર્ષવા માટે આતુર છે. અધિકારીઓ તથા ટુરિસ્ટ ઓપરેટર્સે વધુ પ્રવાસીઓને આકર્ષવા માટે આશાવાદી  છે. સરહદી પ્રદેશોમાં પ્રવાસ વધુ આકર્ષક બની રહ્યા છે અને આવા પ્રવાસોથી બાળકોમાં રાષ્ટ્રભાવના વિકસે છે.

એકત્ર થયેલા સમુદાયને વિડીયો કોન્ફરન્સથી સંબોધન કરતાં  ગુજરાતના મુખ્ય પ્રધાન શ્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે  “ હું મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિમાં આપ સૌને આવકારૂ છું.  ગુજરાતને સાચા અર્થમાં કલા અને કસબ,  સમૃધ્ધ વારસો, અને ઘણાં યાત્રાધામોના આશિર્વાદ પ્રાપ્ત થયા છે અને તે ભારત અને દુનિયાના પ્રવાસીઓનું પસંદગીનુ સ્થળ બન્યું છે.  હું તમને રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રે  વધુ વિકાસ માટે યોગદાન આપવા અનુરોધ કરૂ છે. ”

શ્રી રૂપાણીએ વધુમાં જણાવ્યું કે “ મિત્રો,  દેશ હાલમાં મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી ઉજવી રહ્યો છે. હું આપ સૌને  અમદાવાદનો 101 વર્ષ જૂનો સાબરમતી આશ્રમ અને ગાંધીનગરનુ ગાંધી મ્યુઝિયમની  અને દાંડીના ગાંધી મેમોરિયલની મુલાકાત લેવા અનુરોધ કરૂ છું. ગુજરાતમાં વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેટ્યુ ઓફ યુનિટી આવેલુ છે જે સરદાર પટેલે દેશને સંગઠીત બનાવવામાં તેમણે આપેલા યોગદાનનો પૂરાવો છે. હું તમને તેની પણ મુલાકાત લેવા અનુરોધ કરૂ છું.  ”

ગુજરાતના માન. ગૃહ પ્રધાન  શ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે  “સલામતીની અને  સુરેક્ષાની દ્રષ્ટીએ ગુજરાત પ્રવાસીઓ માટે સાનુકૂળ સ્થળ  છે. ગુજરાત તેના સમૃધ્ધ સાંસ્કૃતિક  વારસાની સાથે સાથે   તથા સાગરકાંઠા તથા રણવિસ્તારમાં પ્રવાસન મથકો ધરાવે છે. ”

શ્રી આહિરે આ પ્રસંગે તેમના પ્રવચનમાં જણાવ્યું હતું કે “ પ્રવાસન પ્રવૃત્તિ મહત્તમ રોજગારી આપવાની ક્ષમતા ધરાવે છે.  આ બાબતે કચ્છનો રણોત્સવ  અને સફેદ રણ ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડે છે. આ વિસ્તારમાં કોઈ આર્થિક પ્રવૃત્તિ શક્ય નથી. પરંતુ કચ્છના રણોત્સવને કારણે રોજગાર નિર્માણનાં નવાં સાધનો ઉભાં થયાં છે અને લોકો માટે આર્થિક વિકાસનાં દ્વાર ખુલ્યાં છે. ”

પ્રવાસન વિભાગનાં ડિરેકટર શ્રીમતી આશીમા મેહરોત્રાએ જણાવ્યું હતું કે  “હેરિટેજ અને ધાર્મિક સ્થળોથી માંડીને  સ્થાપત્યના અજાયબ નમૂનાઓ તેમજ સાગરકાંઠા સહિત ગુજરાતમાં પ્રવાસીઓને આકર્ષે તેવાં અનેક સ્થાનો છે.  પ્રવાસન મંત્રાલયેસોમનાથ અને ધોળાવીરાને ‘હેરિટેજ અપનાવો : અપની ધરોહર, અપની પહચાન’યોજના હેઠળ ઐતિહાસિક પ્રવાસન સ્થળો તરીકે પસંદ કર્યાં છે. મને ખાત્રી છે કે ગુજરાત અન્ય રાજ્યો માટે ઉદાહરણરૂપ રાજ્ય બને તે દિવસ હવે દૂર નથી.”

અધિકૃત આંકડાઓ દ્વારા જાણવા મળ્યું છે કે છેલ્લા થોડાંક વર્ષમાં ગુજરાતમાં પ્રવાસીઓની આવનજાવનમાં મોટો વધારો થયો છે. ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાતના આંકડા દર્શાવે છે કે ગુજરાતમાં  વર્ષ 2014-5માં 3.26 કરોડ પ્રવાસીઓની તુલનામાં વર્ષ  2018-19માં  5.50 કરોડ પ્રવાસીઓ આવ્યા હતા, જે વાર્ષિક  14 થી 15 ટકાના દરે વધારો થતો હોવાનુ દર્શાવે છે.  ”

પ્રવાસન વિભાગના અગ્ર સચિવ શ્રી એસ જે હૈદરે જણાવ્યું હતું કે “ પ્રવાસન પ્રવૃત્તિ રોજગાર નિર્માણની અદભૂત ક્ષમતા ધરાવે છે અને તેની સબળ આર્થિક-સામાજીક અસરો જોવા મળે છે. ગુજરાત સરકાર રાજ્યમાં પ્રવાસન પ્રવૃત્તિ વિકસાવવા માટે મકકમ છે. માત્ર એક વર્ષના ટૂંકા ગાળામાં જ પ્રધાન મંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ રાજ્યમાં  બૈ ઐતિહાસિક સ્થળો પ્રવાસન માટે ખૂલ્લાં મુક્યાં છે, આ સ્થળોમાં  નર્મદા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને દાંડી ખાતે નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલનો સમાવેશ થાય છે આ બંને  સ્થળો પ્રવાસીઓને ખૂબ મોટી સંખ્યામાં આકર્ષી રહયાં છે.  ”

ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડના મેનેજીંગ ડિરેકટર શ્રી જેનુ દેવને  જણાવ્યું હતું કે “  ગુજરાતની મુલાકાત લેતા પ્રવાસીઓની વિગતનુ વિશ્લેષણ કરીએ તો જણાય છે કે મોખરાનાં સ્થળોની મુલાકાત લેનાર પ્રવાસીઓની સંખ્યા ગણી મોટી છે, પરંતુ  ખાસ  કરીને  પૂર્વ પટ્ટામાં અને સાગરકાંઠે આવેલાં સ્થળોનો  ગુજરાતીઓ દ્વારા પણ પૂરતો લાભ લેવાતો નથી. અમે ટુરઓપરેટર્સ સાથે મળીને આ સ્થળોનો ઘનિષ્ઠ પ્રચાર કરીશું   “


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.