ગુજરાત સરકાર વેક્સીન ખરીદવા માટે કેમ ટેન્ડર જારી નથી કરતી : હાઇકોર્ટ
ગાંધીનગર: કોરોના વેક્સીનેશનમાં આવેલ કમી પર ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને ઘણા સવાલ કર્યા. હાઈકોર્ટે કહ્યુ કે રૂપાણી સરકાર ખુદ વેક્સીનની ખરીદી માટે કેમ પ્રયાસ નથી કરતી? વેક્સીન માટે ખંડપીઠે પૂછ્યુ, ‘વેક્સીન ખરીદવા માટે રાજ્ય સરકાર કેમ ગ્લોબલ ટેન્ડર જારી નથી કરતી?’આના પર રાજ્ય સરકારના વકીલે જવાબ આપ્યો. તેમણે કહ્યુ કે અમેરિકી કંપની ફાઈઝર અને મૉડર્ના રાજ્ય સરકાર સાથે ડીલ કરવા નથી માંગતી. આ કંપનીઓ માત્ર કેન્દ્ર સરકાર સાથે ડીલ કરવા માંગે છે.
રાજ્ય સરકાર તરફથી કહેવામાં આવ્યુ કે અમને ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકો માટે ૬.૫ કરોડ ડોઝ જાેઈએ. રાજ્ય સરકારે આના માટે ઑર્ડર પણ આપ્યા છે. જેના પછી રાજ્ય સરકારે અત્યાર સુધી કોવિશીલ્ડની ૧૩.૬૮ લાખ શીશીઓ અને કોવેસ્કીનની ૨.૪૯ લાખ શીશીઓ સહિત ૧૬.૧૭ લાખ શીશીઓ મળી ચૂકી છે.
હાઈકોર્ટે પૂછ્યુ – ગુજરાત સરકાર વેક્સીન ખરીદવા માટે કેમ ટેન્ડર જારી નથી કરતી?હાઈકોર્ટે પૂછ્યુ – ગુજરાત સરકાર વેક્સીન ખરીદવા માટે કેમ ટેન્ડર જારી નથી કરતી? રાજ્ય સરકારે એ પણ માન્યુ કે કોરોના વેક્સીન માટે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર પર ર્નિભર છે. વળી, હાઈકોર્ટની ખંડપીઠે રાજ્ય સરકારને કહ્યુ કે પોતાના કોરોના વેક્સીનનો ઑર્ડર આપવાની વાત કહી પરંતુ આ ઑર્ડર આપવાનો કોઈ અર્થ નથી જ્યારે વેક્સીન નથી મળી રહી. વેક્સીન મેળવવા માટે કંઈક તો ટાઈમલાઈન હોવી જાેઈએ.