ગુજરાત સહિત ત્રણ રાજયોમાં ચોરી કરનાર ગેગના બે સાગરીત ઝડપાયા
જયપુર: ગુજરાત, બેગ્લોર અને આંધ્રપ્રદેશના અનેક શહેર જિલ્લામાં ઘરફોડ અને મંદિર ચોરીમાં સંડોવાયેલ રાજસ્થાનની સિરોહી જિલ્લાની ગેગના બે સાગરીતોને ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે સિંગણપોર ચાર ડી-માર્ટ ચાર રસ્તા પાસેથી ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા ઘરફોડીયા ચોરોની પ્રાથમિક પુછપરછમાં સુરતના રાંદેરમાં થયેલી મંદિર ચોરી સહિત ૧૫ ગુનાનો ભેદ ઉકેલાયો છે. તેમજ અગાઉ પણ અનેક ચોરીમાં પોલીસમાં પકડાઈ ચૂક્યા છે.
સુરત માં છેલ્લા કેટલાક સમયથી શહેના મંદિરોને નિશાન તસ્કરો બનાવી રહિયા હતા ત્યારે પોલીસે આવા ઈસમોને પકડી પાડવા બાતમીદારનું નેટવર્ક ફેલાવ્યુ હતું ત્યારે પોલીસે બાતમીના આધારે શહેરના સિંગણપોર ડી-માર્ટ નજીશ્વક ચાર રસ્તા પાસેથી ખુશાલસિંહ ઉર્ફે અરવિંદસિંહ ઉર્ફે અવસા ઉર્ફે બળવો મોદબ્બતસિંહ ચૌહાણ (ઉ.વ.૨૩.ગામ જાવલ, બરલુઠ સિરોહી રાજસ્થાન) અને ઉત્તમસિંહ ભેરુસિંહ દેવડા (ઉ.વ.૩૧, રહે, ચુલીગામ, પાલડીઍમ તા. શીવગંજ,જિલ્લો સિરોહી. રાજસ્થાન)ને ઝડપી પાડ્યા હતા.
આ ગેગે અમદાવાદ, વડોદરા, મોડાસા, બંગ્લોર, આંધ્રપ્રદેશ વિજયવાડામાં મળીને ૧૫ ગુનાની કબુલાત કરી હતી. આ ઉપરાંત રાજસ્થાન, મહારાષ્ટ્ર અને બેગ્લોરમાં સાત ચોરીમાં પકડાઈ ચુક્યા છે જયારે સુરતના મહિધરપુરામાં ઘરફોડ ચોરીમાં વોન્ટેડ હોવાની કબુલાત કરી હતી.