ગુજરાત સહિત ૭ રાજ્યમાં ૩ દિવસ વરસાદની આગાહી
નવી દિલ્હી, ગુજરાત અને બિહાર સહિત ૭ રાજ્યોમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદ પડી શકે છે. તેને લઇને ભારતીય હવામાન વિભાગ (આઈએમડી) એ એલર્ટ જાહેર કર્યું છે અને આગાહી કરતા કહ્યું કે, આગામી ૧૨ કલાકમાં વાવાઝોડું શાહીન મજબૂત થવાના અણસાર છે. આ પહેલા ૨૬ સપ્ટેમ્બરના આંદ્ર પ્રદેશ અને ઓડિશાના દરિયા કિનારાઓ પર વાવાઝોડા ગુલાબએ ભારે તબાહી મચાવી હતી, જેમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા હતા.
એક રિપોર્ટ અનુસાર હવામાન વિભાગના બુલેટિનમાં જણાવવામાં આવ્યું છે કે, ભારે લો પ્રેશર હવે વાવાઝોડું શાહીનમાં બદલાઈ ગયું છે. જે ભારત ઉપરાંત પાકિસ્તાન અને ઇરાનની નજીક સ્થિત છે. વાવાઝોડાની અસર બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, તમિલનાડુ, કેરળ, કર્ણાટક અને ગુજરાતમાં જાેવા મળી શકે છે અને આ રાજ્યોમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદ પડવાની સંભાવના છે.
ભારતીય હવામાન વિભાગ ના જણાવ્યા અનુસાર, વાવાઝોડું શાહીન આજે (૧ ઓગસ્ટ) મોડી રાતથી આવતી કાલ સવાર સુધીમાં ઘાતક રૂપ ધારણ કરી શકે છે. જેના કારણે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. આઈએમડીના જણાવ્યા અનુસાર, અરબ સાગરમાં પ્રવેશ કર્યા બાદ આગામી થોડા કલાકમાં વાવાઝોડું શાહીન પાકિસ્તાન તરફ આગળ વધે તેવી સંભાવના છે.
આઇએમડીએ જણાવ્યું કે, વાવાઝોડું શાહીન સક્રિય થયા બાદ ૯૦ થી ૧૦૦ કિમી પ્રતિ કલાકની ઝડપથી હવા ફૂંકાઈ શેક છે. તેનાથી અરબ સાગરમાં ભારતીય દરિયા કિનારાથી પાકિસ્તાનમાં મકરનના દરિયા કિનારાઓ તરફ આગળ વધવાની આશંકા છે.
વાવાઝોડા શાહીનની અસર રાષ્ટ્રીય રાજધાની દિલ્હી પર જાેવા મળશે નહીં, પરંતુ તેમ છતાં આગામી ૩ દિવસ વાદળછાયું વાતાવરણ જાેવા મળશે અને સામાન્ય વરસાદ અથવા છૂટોછવાયો વરસાદ પડવાની સંભાવના છે. આઇએમડીના એક અધિકારીએ કહ્યું, દિલ્હીમાં શુક્રવારના સામાન્ય વરસાદ અથવા છૂટોછવાટો વરસાદ સાથે સમાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેશે. હવામાન વિજ્ઞાન વિભાગના જણાવ્યા અનુસાર, ચોમાસાની વાપસીમાં વિલંબ થવાને કારણે ઓક્ટોબરના પહેલા સપ્તાહમાં સમાન્ય વરસાનું પૂર્વાનુમાન છે.SSS