ગુજરાત સામે મુંબઈનો બોલર ડેનિયલ સમ્સ હીરો બની ગયો
નવી દિલ્હી, શુક્રવારે મુંબઈ અને ગુજરાત વચ્ચે મેચમાં બધુ તે જ અંદાજમાં ચાલી રહ્યુ હતુ જેવુ કે આઈપીએલની એક મેચમાં સામાન્યરીતે ચાલે છે, પરંતુ અચાનક કંઈક એવુ થયુ કે બધુ જ રોકાઈ ગયુ અને નજર મેદાનમાં તે શખ્સ પર ટકી ગઈ જે આજથી ઠીક એક મહિના પહેલા પોતાના ઓવર માટે વિલન બની ગયા હતા.
એક ખૂબ રોમાંચક મેચમાં આખરે મુંબઈની જીત થઈ અને આની પટકથા મેચના અંતિમ છ બોલ પર લખવામાં આવી અને આ જીત સાથે એક મહિના પહેલા વિલન બનેલો આ શખ્સ ડેનિયલ સમ્સ, શુક્રવારે હીરો બની ગયો. વધુ એક ટોપ પર બેસેલી ગુજરાત ટાઈટન્સની ટીમ હતી તો બીજી તરફ હતી સૌથી છેલ્લા તબક્કા પર અકબંધ મુંબઈ ઈન્ડિયન્સ.
એક તરફ બેટ સાથે સામે રાહુલ તેવતિયા, રાશિદ ખાન, ડેવિડ મિલર જેવા સૂરમાઓથી સજેલો ગુજરાતનો મધ્યક્રમ. તો બીજી તરફ બોલની સાથે ટુર્નામેન્ટમાં ખૂબ સરેરાશ પ્રદર્શન કરી રહેલા મુંબઈના ડેનિયલ સમ્સ. પહેલા બોલ પર મિલરે સિંગલ લીધુ. બીજાે બોલ તેવતિયા રમી શક્યા નહીં. ત્રીજી બોલ તેવતિયાએ ડીપ મિડવિકેટ પર માર્યો, બે રન માટે દોડ્યા.
તિલક વર્માએ ફીલ્ડિંગ કરતા થ્રો સીધા વિકેટકીપર ઈશાન કિશનના ગ્લ્વસમાં આપ્યો અને તેમણે વિકેટ ઉખાડી દીધી. ફીલ્ડ અમ્પાયરે થર્ડ અમ્પાયર પાસેથી મદદ લીધી. તેવતિયાના પગ પોપિંગ ક્રીજ પર હતો કે કિશને ગિલ્લિયા વિખેરી દીધી હતી. તેવતિયાને પવેલિયન પાછુ ફરવુ પડ્યુ. ડેથ ઓવર્સના બિગ હિટર રાશિદ ખાન આવ્યા પરંતુ પહેલા જ બોલ પર આઉટ થતા થતા બચ્યા તે માત્ર એક રન લઈ શક્યા.
અંતિમ બે બોલ પર ડેવિડ મિલર સામે હતા. જીત માટે છ રન જાેઈતા હતા પરંતુ સમ્સની બંને બોલને મિલર સ્પર્શી પણ ના શક્યા. કોઈ રન બનાવી શક્યા નહીં અને મુંબઈની ટીમ પાંચ રનથી આ રોમાંચક મેચ જીતી ગઈ. આ તે જ ડેનિયલ સમ્સ છે જેમણે એક મહિના પહેલા ૬ એપ્રિલે આ ટુર્નામેન્ટમાં કલકત્તા સામે પણ ભૂલી ન શકાય તેવી બોલિંગ કરી હતી.
ત્યારે કલકત્તાને જીત માટે ૩૫ રન બનાવવાના હતા અને પાંચ ઓવર બચી હતી. ૧૬ મી ઓવર સમ્સ નાખી રહ્યા હતા. કલકત્તાના પેટ કમિંસે આ ઓવરમાં તે કારનામુ કર્યુ કે દર્શકો દંગ રહી ગયા હતા.
સમ્સની પહેલી બોલને લોન્ગ ઓન પર સિક્સર માટે માર્યુ. બીજા પર લોન્ગ ઓન અને ડીપ મિડવિકેટની વચ્ચે ચોગ્ગો બનાવ્યો. ત્રીજા પર ડીપ મિડવિકેટ પર સિક્સર ફટકારી. ચોથા પર ફરી સિક્સર, પાંચમી પર ચોગ્ગો અને છઠ્ઠા પર સ્ટ્રેટ ડ્રાઈવથી સિક્સર ફટકારતા કમિંસે આઈપીએલના સૌથી ઝડપી અડધી સદીની બરાબરી કરી હતી.
માત્ર એક મહિના બાદ સમ્સે પોતાની આ અદ્ભુત બોલિંગ પર તેવતિયા, મિલર, રાશિદ જેવા બોલરોને માત્ર ત્રણ રન જ બનાવવા દીધા. આ ક્રિકેટનો રોમાંચ છે જ્યાં આવા ઉલટફેર જાેવા મળી જ જાય છે અને આ કારણથી આ રમત આટલી લોકપ્રિય પણ છે.
મેચ બાદ સમ્સે કહ્યુ, અમે જીતી ગયા, આ લાજવાબ છે. પલડુ ક્યારેક એક પક્ષમાં તો ક્યારેક બીજા પક્ષમાં ઝુકતુ રહ્યુ. ક્રિકેટ ફેન્સ માટે એ મજેદાર રહ્યુ.
જ્યારે અંતિમ છ બોલ પર ૯ રન બનાવવાના હતા અને બોલ મારા હાથમાં આપવામાં આવી તો મે પોતાને કહ્યુ અમારી પાસે ગુમાવવા માટે કંઈ નથી અને જે રન છે તે તો બેટર્સના પક્ષમાં છે. મે કેટલાક વાઈડ બોલ નાખ્યા. હુ મારી સૌથી શ્રેષ્ઠ બોલ ફેંકવા ઈચ્છતો હતો. મે ધીમો બોલ નાખ્યો અને આ કામ કરી ગયો.
સમ્સે કહ્યુ, આ ટુર્નામેન્ટની તે શરૂઆત નથી થઈ જેવુ અમે ઈચ્છી રહ્યા હતા. આઠ મેચ હાર્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સમાં આ ટુર્નામેન્ટને મિની આઈપીએલની જેમ જાેવામાં આવી રહ્યુ છે જ્યાં છ મેચ થઈ રહ્યા છે.
મેચ બાદ હિટમેન રોહિત શર્માએ કહ્યુ, કેટલીક મેચમાં તે ઘણા દબાવમાં રહ્યા પરંતુ મે તેમને ઓસ્ટ્રેલિયા અને બિગ બેશ લીગમાં જાેયા છે, તેમાં ઘણી આવડત છે. ૯ રનનો બચાવ કરવો સરળ નહોતો.
હાર્દિક પંડ્યાએ કહ્યુ, છેલ્લી ઓવરમાં તો અમે ગમે ત્યારે ૯ રન બનાવી શકીએ છીએ. બે રન આઉટની અમે કિંમત ચૂકવી. તમે સતત બે મેચ હારી શકતા નથી, બેટ્સમેનોએ અમને નિરાશ કર્યા છે. અમે ૧૯.૨ ઓવર સુધી શ્રેષ્ઠ ક્રિકેટ રમી. એક કે બે હિટથી ફરક પડતો. આપણે આને અંતિમ ઓવર સુધી આવવા જ દેવાનો નહોતો.
ઈરફાન પઠાણે લખ્યુ, ડેનિયલ સમ્સની છેલ્લી ઓવર દબાવમાં સામાન્ય વસ્તુને શ્રેષ્ઠ કરવાનો એક મહત્વનુ ઉદાહરણ હતુ. યોર્કર નાખી નહીં. ધીમી બોલ નાખતા રહ્યા, બસ લાઈન અને લેંથ જુદી-જુદી રાખી.
આઈપીએલની આ ૫૧મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે પહેલા બેટિંગ કરી. રોહિત શર્મા શરૂથી જ પોતાના આક્રમક અંદાજમાં હતા. બોલ તેમના બેટથી ઠીક વચ્ચે લાગી રહી હતી. તે ઝડપથી રન લઈ રહ્યા હતા.
ચોગ્ગા-છગ્ગા વરસાવી રહ્યા હતા. હિટમેનની એક સિક્સર પર બોલ બાઉન્ડ્રી બહાર રાખવામાં આવી. ટાટાની ગાડી પર જઈ પડી. આનો અર્થ કાજીરંગા નેશનલ પાર્કને પાંચ લાખ રૂપિયાનો ફંડ મળશે.SSS