ગુજરાત સાયન્સ સિટી ખાતે ડ્રોન શો અને લાઈવ સંગીત સંધ્યા દ્વારા ગાંધી જયંતીની ઉજવણી
5000 એરિયલ મીટર માં નરી આંખે ડ્રોન શો જોવા મળ્યો, આ વિસ્તારના 250000 લોકો એ આ શો નિહાળવાનો લાભ લીધો
અમદાવાદ , ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 153મી જન્મજયંતિની વૈશ્વિક સ્મૃતિમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના ભાગરૂપે, ગુજરાત સાયન્સ સિટી દ્વારા 2જી ઓક્ટોબર, 2022ના રોજ ડ્રોન શો અને લાઇવ મ્યુઝિકલ ઈવનિંગ (લાઈવ સંગીત સંધ્યા)નો ભવ્ય કાર્યક્રમ યોજાઇ ગયો.
આ ઉજવણી નિમિતે આયોજિત અવિસ્મરણીય કાર્યક્રમમાં માં સાયન્સ સિટી ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી જે. બી. વદર, ,વિભાગના અધિકારીઓ સહિત 5000 થી વધુ ઉત્સાહી લોકો જોડાયા હતા.
આશરે 250 જેટલા મેડ ઇન ઈન્ડિયા ડ્રોન દ્વારા અવકાશમાં ગાંધીજીની અદ્ભુત છબી એ લોકોને અચંબિત કરી દીધા હતા. આ અદ્ભુત આકાશી ડ્રોન શો 5000 એરિયલ મીટર માં નરી આંખે જોવા મળ્યો હતો. આ વિસ્તારના 250000 લોકો એ આ ડ્રોન શો નિહાળવાનો લાભ લીધો હતો.
ઉજવણીના ભાગ રૂપે આયોજિત સંગીત સંધ્યામાં મેઘધનુષ બેન્ડ દ્વારા ગાંધીજી ને સ્મરણાંજલિ આપતા ગીતો અને અન્ય ગીતો એ ઉપ્સ્થત શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા.
આ ખાસ અવસર પર શ્રેષ્ઠ વિડિયો અને ફોટોગ્રાફી સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. . ઇવેન્ટ વિજેતાઓને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિજેતાઓને તેમની કૃતિને સાયન્સ સિટી ના સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર દર્શાવવા નો મોકો મળશે.
ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટી જનસમુદાયમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવા માટે કટિબદ્ધ છે. આ અંતર્ગત સાયન્સ સિટી દ્વારા સમયાંતરે વિવિધ કાર્યક્રમો અને પ્રવૃતિઓઓનું પણ આયોજાણ કરવામાં આવે છે.