ગુજરાત સાયન્સ સિટી ખાતે સાયન્સ કાર્નિવલ 2020 નો શાનદાર પ્રારંભ
ભવિષ્યના વૈજ્ઞાનિકોમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવાના હેતુ થી ત્રણ દિવાસીય કાર્નિવલનું આયોજન
યુવા વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને નવીનતમ શોધો પ્રત્યે પ્રોત્સાહિત કરવાના ધ્યેય થી ગુજરાત કાઉન્સીલ ઓફ સાયન્સ સિટી દ્વારા ગુજરાત સાયન્સ સિટી ખાતે સાયન્સ કાર્નિવલ 2020 નું આયોજન કરવામાં આવ્યું છે.
આ ત્રણ દિવસીય કાર્નિવલનું ઉદ્ઘાટન ઇસરો અમદાવાદનાં ના રિસ્પોન્ડ અને રિસર્ચ ના હેડ ડો. પારૂલ પટેલ દ્વારા કરવામાં આવ્યું. , વિજ્ઞાન ભવન ખાતે યોજાયેલ આ ઉદ્ઘાટન સમારંભમાં ઇંડિયન પ્લાઝમા રિસર્ચ ગાંધીનગરના ડિન ડો. સુબ્રતો મુખર્જી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
દરવર્ષે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 2 ફેબ્રુઆરી એ મહાન વૈજ્ઞાનિક સીવી રમન દ્વારા 1928માં રજૂ કરાયેલ ડિસ્કવરી ઓફ રમન ઇફેક્ટ ની યાદમાં ઉજવવામાં આવે છે. નેશનલ સાયન્સ ડે 2020 ની થીમ ‘ વુમન ઇન સાયન્સ ‘ (વિજ્ઞાનમાં મહિલાઓ ) છે.
આ પ્રસંગે 30 વર્ષથી કાર્યાનુભવ ધરાવનાર ડો. પારૂલ પટેલે જણાવ્યુ કે , વિજ્ઞાન ક્ષેત્રમાં કામ કરતી મહિલાઓ તેમના પુરુષ તેમના પુરુષ સાથીઑ જેટલી જ સક્ષમ છે. મહિલાઓ ની કાર્યની ગુણવત્તા પુરુષો કરતાંઘણી વધુ છે. વધુમાં સ્ત્રીઓ સંશોધન કાર્યમાં વધુ કુશળ છે. દુર્ભાગ્ય છે કે ઘણી મહિલાઓ સાયન્સ અને ટેકનૉલોજિ ક્ષેત્રમાં કારકિર્દી બનાવતી નથી. હું ઈચ્છું છું કે છોકરીઓ ગભરાય નહીં અને આ ક્ષેત્રમાં કારકિર્દી બનાવે.
97 વર્ષે નોબલ વિજેતા બનેલ જોન બી ગુડઇનફ ને યાદ કરતાં ડો. મુખર્જી એ જણાવ્યુ કે, “સંશોધનમાં કોઈ સીમા નથી હોતી . વિદ્યાર્થી તરીકે તમારે તમારે પ્રશ્ન કરવા જોઈએ , કેમ ?? . આ સંશોધન માં ખૂબ જ મહત્વનું છે અને સંશોધનો સામાજિક પ્રશ્નો ના નિરાકરણ માટે પણ ઉપયોગી છે. સંશોધનમાં વયમર્યાદા નથી. આપણી પાસે 97 વર્ષે નોબલ જીતનારનું ઉદાહરણ છે.”
સાયન્સ કાર્નિવલ 2020ના ઉદ્ઘાટન પ્રસંગે ગુજકોસ્ટ ના એડવાઇઝર ડો. નરોત્તમ સાહુ , જીસીએસસીના એક્ઝિયુટિવ ડાયરેક્ટર શ્રી એસ.ડી.વોરા , તથા સાયન્સ સિટી ના એડમિનિસ્ટરેટિવ ઓફિસર શ્રી એન. માતંગકુમાર પણ ઉપસ્થિત રહયા હતા.
સાયન્સ લેકચર સિરીઝ , હેંડ્ઝ ઓન એક્ટિવીઝ , એલઇડી પર સાયંટિફિક ફિલ્મો નું સ્ક્રિનિંગ , આઈમેકસ ખાતે 3ડી ફિલ્મ્સ , બધા પેવેલિયન્સ ની માર્ગદર્શક સાથેની ટુર અને બીજા ઘણા બધા કાર્યક્રમો આ કાર્નિવલમાં છે.
અંદાજે 25 ,000 જેટલા મુલાકાતીઓ ત્રણ દિવસીય સાયન્સ કાર્નિવલમાં ભાગ લેશે . જેમાં વિદ્યાર્થીઓ, સંશોધકો, મુલાકાતીઓ , સાયન્સ કોમ્યુનિકેટર્સ અને સાયન્સ માં રસ ધરાવનારાઓ નો સમાવેશ છે .