Western Times News

Gujarati News

ગુજરાત સ્ક્રેપનાં ગોડાઉનમાં મોડી રાત્રે ભીષણ આગ

રાજકોટ, રાજકોટ શહેરના ભાવનગર રોડ ઉપર આવેલા ગંજીવાડા નાકા પાસે ગુજરાત સ્ક્રેપ નામના ગોડાઉનમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. આગ લાગી હોવાની ઘટનાની જાણ થતા રાજકોટ મનપાના ફાયર ફાઈટરનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

ફાયર ફાઈટરના અધિકારીઓ દ્વારા ઘટના સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. ત્યારે કલાકોની જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી. સ્ક્રેપના ગોડાઉનમાં આગ કયા કારણોસર લાગી છે તે હજી સુધી સામે નથી આવ્યું. તો બીજી તરફ આગજનીના બનાવના કારણે લાખો રૂપિયાનો નુકસાન થયા હોવાના સમાચાર પણ સામે આવ્યા છે.

પરંતુ સદનસીબે કોઇ જાનહાનીના સમાચાર આવ્યાં નથી. આ આગ એટલી ભયાનકહતી કે આગની જ્વાળાઓ દૂર દૂર સુધી દેખાતી હતી. આસાપાસનાં લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. જાેકે, મનપા ફાયર ફાઇટરના જવાનોની કલાકોની જહેમત બાદ આગ કાબૂમાં આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.