ગુજરાત સ્ટેટ ઈન્ટરસ્કૂલ ચેસ સિલેક્શન ફોર નેશનલ -૨૦૧૯ યોજાઈ
ગુજરાત સ્ટેટ અન્ડર-૬ અને અન્ડર-૧૪ ઈન્ટરસ્કૂલ ચેસ સિલેક્શન ફોર નેશનલ -૨૦૧૯ નું આયોજન રાઈફલ કલબ, ભવન્સ કોલેજ પાસે, ખાનપુર, અમદાવાદ ખાતે તારીખ ૧૨ અને ૧૩ ઓક્ટોબર, ૨૦૧૯ના રોજ યોજાયું હતું.
ઉપરોક્ત ટુર્નામેન્ટનું આયોજન ચેસ ન્યૂ અમદાવાદ ડિસ્ટ્રીક્ટ એસોસીએશન દ્વારા ગુજરાત સ્ટેટ ચેસ એસોસીએશનના નેજા હેઠળ તા.૧૨ અને ૧૩ ઓક્ટોબર, ૨૦૧૯ના રોજ રાઈફલ કલબ, ખાનપુર, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતુ. કુલ ૧૪૬ જેટલા ખેલાડીઓ ગુજરાતમાંથી વિવિધ જિલ્લાઓમાંથી આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા આવ્યા હતા. આખરી પરિણામો નીચે મુજબ રહ્યા હતા.
અન્ડર-૬ (ઓપન) અન્ડર-૬ (ગર્લ્સ)
૧) હેમીષ શાહ – ૬ પોઈન્ટ ૧) અર્પિતા પાટણકર – ૫ પોઈન્ટ
૨) મેઘ પરમાર – ૫ પોઈન્ટ ૨) સયૂરી વર્મા – ૫ પોઈન્ટ
૩) માહિન મકવાણા – ૫ પોઈન્ટ ૩) હિયા શાહ – ૪.૫ પોઈન્ટ
૪) યોહાન પાંડે – ૫ પોઈન્ટ ૪) વિહા પરમાર – ૪.૫ પોઈન્ટ
૫) દર્શીલ સુતરીયા – ૫ પોઈન્ટ ૫) માનવી મહેશ્વરી – ૪ પોઈન્ટ
અન્ડર-૧૪ (ઓપન) અન્ડર-૧૪ (ગર્લ્સ)
૧) દેમ મકવાણા – ૬ પોઈન્ટ ૧) ક્રિતી શાહ – ૫.૫ પોઈન્ટ
૨) ભ્રીગુ સૂર્યનારાયણ – ૬ પોઈન્ટ ૨) માહિ દોષી – ૪.૫ પોઈન્ટ
૩) મલય મેવાલા – ૫.૫ પોઈન્ટ ૩) વિરતા મહેતા – ૪.૫ પોઈન્ટ
૪) સુયોગકુમાર પટેલ – ૫.૫ પોઈન્ટ ૪) ફલક જાની નાઈક – ૪.૫ પોઈન્ટ
૫) આદિ જૈન – ૫ પોઈન્ટ ૫) આશિતા જૈન – ૪.૫ પોઈન્ટ
પ્રત્યેક કેટેગરીમાં પ્રથમ પાંચ શ્રેષ્ઠ ખેલાડીઓને ટ્રોફી દ્વારા નવાજવામાં આવ્યા હતા. વિજેતા ખેલાડીઓને ભાવેશ પટેલ (સીઈઓ, ગુજરાત સ્ટેટ ચેસ એસોસીએશન) તેમજ મયૂર પટેલ (વાઈસ પ્રેસીડન્ટ, ગુજરાત સ્ટેટ ચેસ એસોસીએશન) દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. પ્રથમ બે શ્રેષ્ઠ ખેલાડીઓ (પ્રત્યેક કેટેગરીમાંથી) ઔરંગાબાદ, મહારાષ્ટ્ર ખાતે રમાનાર નેશનલ ટુર્નામેન્ટમાં ગુજરાત રાજયનું પ્રતિનિધિત્વ કરશે.