ગુજરાત હાઇકૉર્ટમાં નવનિયુક્ત જજશ્રી ડો.વિનીત કોઠારીને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવતાં ચીફ જસ્ટિસશ્રી વિક્રમનાથ
કાયદા મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાની વિશેષ ઉપસ્થિતિ
ગુજરાત હાઇકૉર્ટના ચીફ જસ્ટિસ શ્રી વિક્રમનાથે આજે ગુજરાત હાઇકૉર્ટના જજ તરીકે નવનિયુક્ત જસ્ટિસશ્રી ડો.વિનીત કોઠારીને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા.
આ શપથવિધિ પ્રસંગે કાયદા અને ન્યાયતંત્રના મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા, હાઈકૉર્ટના ન્યાયમૂર્તિશ્રીઓ, ઍડ્વોકેટ જનરલશ્રી કમલભાઇ ત્રિવેદી, વકીલશ્રીઓ, હાઇકૉર્ટના અધિકારીશ્રીઓ તથા નવનિયુક્ત જજશ્રીના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.