ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસનું “પાસા”ના કાયદાનું મહત્વનું અવલોકન !
ગુજરાત હાઈકોર્ટે પાસા હેઠળની અટકાયતીઓને મુક્ત કરતાં અનેક ચૂકાદાઓ આપ્યા છે ત્યારે “પાસા ના કાયદાનું ખોટું અર્થઘટન કરી કેસો ના કરાય તે જાેવાની જવાબદારી ગુજરાત રાજ્ય ના ડી.જી.પી. આશિષભાઈ ભાટિયાની ખરી કે નહીં?!
તસવીર ગુજરાત હાઇકોર્ટ ની છે જ્યારે ડાબી બાજુ ની ઇન્સેટ તસવીર ગુજરાત હાઇકોર્ટ ના જસ્ટિસ શ્રી પરેશભાઈ ઉપાધ્યાય ની છે જેમણે અત્યંત ગંભીર મુદ્દો ઉઠાવતા સરકાર ને કહેવું પડ્યું કે““ કોરોના ની બીજી લહેર માં ભય નો માહોલ હતો તેવા સંજાેગો માં ૧,૨ રેમડેશિવિર ઈંજેક્સન ના લેનદેન ના કેસ માં સરકાર શું પાસા લગાવશે?!
આ રીતે તો અરાજકતા વધારવનું અને લોકો ને ડરાવવા નું બંધ કરો ન્યાયાધીશ પરેશભાઈ ઉપાધ્યાયે સરકારી તંત્ર ની ઝાટકણી કાઢતા એવો મુદ્દો ઉઠાવ્યો હતો કે સમાનતા નો કાયદો લાગુ થાય તો રાજકીય પક્ષ જેને ૫૦૦૦ ધર્માદા માં સારા આશય સાથે ઈંજેક્ષનો આપ્યા તેનું શું?
અને અંતે અરજદાર ડોકટર ની પાસા હેઠળ ધરપકડ નહીં કરવા આદેશ આપ્યો છે !ઓક્ટોબર ૨૦૨૦ માં ગુજરાત હાઇકોર્ટ ના જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ જે.બી.પારડીવાલા ની ખંડપીઠે અબ્દુલસા પીર વિરુદ્ધ ગુજરાત સરકાર ના કેસ માં અદાલતે એવું અવલોકન કર્યું હતું કે ““માત્ર જાેખમી વ્યક્તિ જેવા અલંકૃત શબ્દ નો ઉલ્લેખ કરીને ‘પાસા’ હેઠળ સત્તા નો ઉપયોગ કરવો એ વ્યાજબી નથી”!!
તેવા અવલોકન સાથે આરોપી ને મુક્તિ નો હુકમ કરેલો આ ઉપરાંત ગુજરાત હાઇકોર્ટ ના જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ જે.બી.પારડીવાલા ની ખંડપીઠે ઓક્ટોબર ૨૦૨૦ ‘પાસા’ ના કેસ માં અદાલતે અવલોકન કર્યું હતું કે લોકો ની ધાર્મિક ભાવના દુભાયા ના આધારે કે બે સાક્ષીઓ ના નિવેદન પર આધાર રાખી અરજદાર ને દુષ્ટ કે ક્રૂર વ્યક્તિ ઠેરવી અટકાયત માં લેવા આદેશ કર્યો છે જે પાસા ના કાયદા મુજબ પર્યાપ્ત નથી કહી હાઈકોર્ટે પાસા નો હુકમ રદ કર્યો હતો!
આ જાેતાં સરકાર નું પોલીસ તંત્ર વારંવાર ભૂલ કઈ રીતે કરે છે ? અને શા માટે કરે છે ? તેનું ડી.જી.પી.એ અવલોકન કરવું જાેઈએ બીજી ઇન્સેટ તસવીર ગુજરાત રાજ્ય ના ડી.જી.પી. આશિષભાઈ ભાટિયા ની છે ( તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા )
ગુજરાત હાઈકોર્ટે ના ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ શ્રી જે.બી.પારડીવાલા ની ખંડપીઠે પાસા ના બે મહત્વ ના કેસો માં શું ચુકાદો આપેલો?
રિચાર્ડ વોટલે નામના વિચારકે કહ્યું છે કે ““સત્ય મારા પક્ષે છે એમ કહેનારા ઘણા હોય છે, હું સત્ય ના પક્ષે છું એમ કહી શકનારા ઘણા થોડા હોય છે””!! જ્યારે મેસ્ટર એકહાર્ટ નામના વિચારકે કહ્યું છે“ “ જે હાથ ભૂસી શકે છે તે જ સાચી વસ્તુ લખી શકે છે”!!
ભારત ની સુપ્રિમકોર્ટ અને ગુજરાત હાઈકોર્ટે ‘પાસા ના કેસ ના સંદર્ભ માં અનેક ચુકાદાઓ આપેલા હોવા છતાં ગુજરાત રાજ્ય ના પોલીસ અધિકારીઓ ‘‘પ્રિવેંટિવ ડિટેન્શન એકટ એટલે કે પાસા ના કાયદા નો કથિત રીતે અભૂતપૂર્વ દૂરપયોગ કરે છે કે શું? વારંવાર અદલતો એ સરકાર ની ઝાટકણી કાઢવી પડે ત્યારે ગુજરાત રાજ્ય ના ગૃહરાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા એ પાસા ના મુદ્દે ગુજરાત રાજ્ય ના ડીજીપી ને માર્ગદર્શન આપવાની જરૂર જણાતી નથી ??!