ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશ રશ્મીનભાઈ છાયા ચીફ જસ્ટિસ તરીકે નિયુક્ત થયા!
તસવીર ગુજરાત હાઇકોર્ટની છે અને બીજી તસવીર આસામની ગુવાહાટી કોર્ટની છે હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે શ્રી રશ્મીનભાઈ છાયાની નિયુક્તિ કરાઇ છે તેમને દેશની અન્ય જાેડાયેલી હાઈકોર્ટમાં પણ તેઓ પોતાનું નેતૃત્વ સંભાળશે. સ્વભાવે વિનમ્ર, વિચારશીલ અને વિદ્વાન વ્યક્તિત્વ ધરાવતા શ્રી રશ્મીનનભાઈ છાયા એ ન્યાયતંત્રની ગરિમા અદા કરતા અનેક ચુકાદા આપ્યા છે
એટલું જ નહીં માનવ અધિકારના મૂલ્ય પણ જાળવ્યા છે! આ ઉપરાંત નીચેની અન્ય તસવીરમાં ડાબી બાજુથી અન્ય તસવીરમાં તેલંગાણા હાઇકોર્ટના જસ્ટીસ શ્રી સતિષચંદ્ર શર્માની છે તેમની દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિયુક્તી થઈ છે, બીજી તસવીર દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ વીપીનભાઈ સાંઘીણી છે
તેઓ ઉત્તરાખંડ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિયુક્ત કરાઈ છે ત્રીજી તસવીર બોમ્બે હાઇકોર્ટના જસ્ટીસ શ્રી અમજદભાઈ સૈયદની છે તેઓ હિમાચલ પ્રદેશના ચીફ જસ્ટિસ તરીકે નિયુક્તિ કરે છે કે જસ્ટીસ શ્રી એસ.એસ.સિંદે રાજસ્થાન હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિમાયા છે
જ્યારે તેલંગણા હાઇકોર્ટ ના જસ્ટીસ ઉજજલ ભુયાનને તેલંગણા હાઇકોર્ટ ના ચીફ જસ્ટીસ તરીકે નિયુક્ત કરાયા છે દેશમાં અનેક હાઇકોર્ટમાં ન્યાયાધીશ ની જગ્યા ખાલી છે તેમની નિયુક્તિ વહેલી તકે કરવી જાેઈએ (તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા ઝેબા દ્વારા )
‘શ્રેષ્ઠ જીવન’ તો એને જ કહેવાય જ્યારે માનવી આપણાથી ખુશ હોય – હેલન કેલર
હેલન કેલરે સરસ કહ્યું છે કે ‘‘જિંદગી ત્યારે સારી લાગે છે જ્યારે જીવનમાં આપણે ખુશ હોઈ એ પણ ‘શ્રેષ્ઠ જીવન’ તો એને જ કહેવાય જ્યારે ‘માનવી’ આપણાથી ખુશ હોય’’!! મહાત્મા ગાંધીએ કહ્યું છે કે ‘‘વિચારશીલતા એ મૂડી છે, સાહસ એ જીવનનો રસ્તો છે અને જીવનમાં શ્રેષ્ઠ મહેનત એ સમસ્યાનું સમાધાન છે’’!!
સુપ્રીમકોર્ટ કે હાઇકોર્ટમાં ન્યાયાધીશ પદે એવા વ્યક્તિ પહોંચે છે જેઓ જીવનમાં કોઈ મજબૂત ધ્યેય સાથે કાર્યરત હોય! અને શ્રેષ્ઠ અનુભવ અને જરૂરી ક્ષમતા હાંસલ કરી અનેક ન્યાયાધીશોને ન્યાયક્ષેત્રમાં આગળ વધે છે! ગુજરાત હાઈકોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશ
અને ર્નિમળ વિચારશીલ જસ્ટીસશ્રી રશ્મીનભાઈ છાયા ને સુપ્રીમકોર્ટની કોલેજીયમે ભારત સરકારના કાયદા વિભાગ એ જાહેર કરેલા જાહેરનામા મુજબ ભારતના રાષ્ટ્રપતિએ ભારતના સંવિધાન હેઠળ ગુજરાતમાંથી આસામના ગુવાહાટી કોર્ટમાં ચીફ જસ્ટિસ તરીકે નિયુક્તિ કરતા તેમને અનેક વકીલોએ શુભકામના પાઠવી છે