ગુજરાત હાઇકોર્ટમાં નવનિયુક્ત ચાર જજોની શપથવિધિ
- શ્રી ઇલેશ જશંવતરાય વોરા, શ્રી ગીતા ગોપી, શ્રી ડો. અશોકકુમાર સી.જોષી અને શ્રી રાજેન્દ્ર એમ.સરીનને ગુજરાત હાઇકોર્ટના જજ તરીકેના શપથ લીધા
ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ શ્રી વિક્રમ નાથે આજે ગુજરાત હાઈકોર્ટેના જજ તરીકે નવનિયુક્ત શ્રી ઇલેશ જશવંતરાય વોરા, શ્રી ગીતા ગોપી, શ્રી ડો. અશોકકુમાર ચીમનલાલ જોષી અને શ્રી રાજેન્દ્ર એમ.સરીનને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા.
આ શપથવિધિ પ્રસંગે કાયદો અને ન્યાયતંત્રના મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા, હાઈકોર્ટના ન્યાયમૂર્તિશ્રીઓ, એડવોકેટ જનરલશ્રી, વકીલશ્રીઓ, હાઈકોર્ટના અધિકારીશ્રીઓ તથા નવનિયુક્ત જજશ્રીઓના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.