Western Times News

Gujarati News

ગુજરાત હાઇકોર્ટ ખાતે મુખ્‍ય ન્‍યાયમૂર્તિએ રાષ્‍ટ્રધ્વજને સલામી આપી ધ્વજવંદન કરાવ્યું

ગુજરાત હાઇકોર્ટનાં પ્રાંગણમાં મુખ્‍ય ન્‍યાયમૂર્તિશ્રી વિક્રમનાથે ૭૨માં પ્રજાસત્તાક દિને રાષ્‍ટ્રધ્‍વજ લહેરાવી સલામી આપી હતી. ત્‍યારબાદ હાઇકોર્ટના પ્રાંગણમાં પૂ. ગાંધીજીની પ્રતિમાને પુષ્‍પાંજલિ અર્પણ કરી હતી.

આ પ્રસંગે ગુજરાત હાઇકોર્ટના ન્‍યાયમૂર્તિશ્રીઓ, નિવૃત્ત ન્‍યાયમૂર્તિશ્રીઓ, એડવોકેટ જનરલ, એડિશનલ એડવોકેટ જનરલ, સરકારી વકીલ તથા covid 19 ની ગાઇડ લાઇનને ધ્યાનમાં રાખીને મર્યાદિત સંખ્યામાં ન્યાયિક અધિકારીઓ, વકીલો તેમજ કર્મચારીઓએ ઉપસ્‍થિત રહી રાષ્‍ટ્રધ્‍વજને સલામી આપી હતી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.