ગુજરાત હાઈકૉર્ટ ખાતે 7 નવનિયુક્ત ન્યાયમૂર્તિશ્રીઓનો શપથ-ગ્રહણ સમારોહ યોજાયો
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કાયદામંત્રી શ્રી રાજેન્દ્ર ત્રિવેદી શપથ-ગ્રહણ સમારોહમાં સહભાગી થયા
ગુજરાત હાઈકૉર્ટ ખાતે મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી અરવિંદ કુમારે 7 નવનિયુક્ત ન્યાયમૂર્તિશ્રીઓને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. આ ન્યાયમૂર્તિશ્રીઓમાં શ્રીમતી મોના ભટ્ટ, શ્રી સમીર દવે, શ્રી હેમંત પ્રચ્છક, શ્રી સંદિપ ભટ્ટ, શ્રી અનિરુદ્ધ માયી,શ્રી નિરલ મહેતા અને સુ.શ્રી નિશા ઠાકોરનો સમાવેશ થાય છે.
ગુજરાત હાઈકૉર્ટ ખાતે યોજાયેલા આ શપથ-ગ્રહણ સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કાયદામંત્રી શ્રી રાજેન્દ્ર ત્રિવેદી પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ શપથ-ગ્રહણ સમારોહમાં હાઈકૉર્ટના વરિષ્ઠ ન્યાયમૂર્તિશ્રીઓ, સુપ્રીમ કૉર્ટના અને હાઈકોર્ટના વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત એડ્વોકેટ જનરલ શ્રી કમલ ત્રિવેદી તેમ જ એડિશનલ સોલિસિટર જનરલ શ્રી એસ.વી રાજુ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.