Western Times News

Gujarati News

ગુજરાત હાઈકોર્ટે ૧૯૮૧માં માસ પ્રમોશન નો ધંધો અટકાવ્યો હતો?!

ડોક્ટર બનવું છે ત્યારબાદ દર્દીઓની સારવાર કરશે આ પૂર્વે તેમના પર દર્દીની સારવાર ની જવાબદારી કઈ રીતે સોપી શકાય? જસ્ટિસ શ્રી ઇન્દિરાબેન બેનર્જી તથા જસ્ટીસ શ્રી મુકેશભાઈ શાહ

નેતાઓને શોર્ટકટ સત્તા જોઈએ? લોકોને શોર્ટકટ સફળ થવું છે? અને હવે ડોક્ટરોએ માસ પ્રમોશન સાથે પાસ થવું છે? દેશનું શું થશે?

તસવીર ગુજરાત હાઇકોર્ટની છે અને બીજી તસવીર ભારતીય સુપ્રીમ કોર્ટની છે ગુજરાત હાઇકોર્ટના જસ્ટીસ શ્રી બી જે દિવાન અને જસ્ટિસ એન.એચ. ભટ્ટની ખંડપીઠે ૧૯૮૧માં ગુજરાત યુનિવર્સિટીએ જાહેર કરેલા માસ પ્રમોશન ના નિર્ણયને રદ્દ કરતાં એવું ઠરાવેલું કે “ગુજરાત યુનિવર્સિટીને પરીક્ષા લીધા વગર માસ પ્રમોશન આપવાની સત્તા નથી”! અને ત્યારબાદ લાખો વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી!

અને ગુજરાત યુનિવર્સિટીની રિવ્યુપિટિશન પણ ગુજરાત હાઇકોર્ટના જસ્ટીસ શ્રી એન.એચ.ભટ્ટ, જસ્ટિસ શ્રી અહેમદી તથા જસ્ટીસ શ્રી બેદરકર સાહેબની લાર્જર બેન્ચ રદ કરી હતી! ત્યારબાદ આવો મુદ્દો સુપ્રીમ કોર્ટ સમક્ષ આવતા સુપ્રીમકોર્ટના જસ્ટિસ શ્રી ઇન્દિરા બેનરજી અને મુકેશભાઈ શાહે કેટલાક ડોક્ટરોએ અરજી કરતાં સુપ્રીમ કોર્ટે પ્રશ્ન ઉઠાવ્યો છે કે આ તમામ ડૉ સિનિયર રેસીડન્ટ ડોક્ટર બનવું છે

ત્યારબાદ દર્દીઓની સારવાર કરશે આ પૂર્વે તેમના પર દર્દીની સારવાર ની જવાબદારી કેવી રીતે સોંપી શકાય?! સુપ્રીમકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે તેઓ પરીક્ષા રદ કરવાનો હુકમ કરી શકે નહીં! અત્રે એ નોંધનીય છે કે સરકાર કે મેડિકલ ક્ષેત્રના કથિત જવાબદારો ના સંદર્ભ માં સુપ્રીમકોર્ટની એ ટકોર ગંભીરતાથી લેવી જોઈએ કે “ડોક્ટરોની જેમ ની પરીક્ષા આપી નથી તેમના હાથમાં દર્દીની જીંદગી કઈ રીતે સોંપી શકાય”!!

નેતાઓ પણ ચાલાક થઈ ગયા છે પણ હવે તો દુનિયાના દરેક ક્ષેત્રના લોકોને કોઈ ને કોઈ બહાનું આગળ ધરીને શોર્ટકટ સત્તા મેળવી છે શોર્ટકટ પૈસા કમાવા છે અને હવે શોર્ટકટ પરીક્ષા આપ્યા વગર પાસ થવું છે ત્યારે હવે ભારતની સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો સર્વગ્રાહી નિરીક્ષણ કરે એ જરૂરી છે તે યથાર્થ પણ છે ઈનસેટ તસવીર ભારતની સુપ્રીમ કોર્ટના જસ્ટિસ શ્રી ઇન્દિરાબેન બેનર્જી તથા જસ્ટિસ શ્રી મુકેશ ભાઈ શાહની છે.  તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા

અમેરિકાના જાણીતા વૈજ્ઞાનિક માર્ટન એચ. ફિશરે લખ્યું છે કે “એક ડોક્ટરે દિવસમાં ૧૮ કલાક અને અઠવાડિયાના સાતેય દિવસ કામ કરવું જોઈએ જો તમે એના કરી શકતા હો તો આ વ્યવસાય છોડી દો”!! જ્યારે અમેરિકાના વૈજ્ઞાનિક ચાર્લ્સ કેટરીંગ એ કહ્યું છે કે “બુદ્ધિપ્રતિભા અને શિક્ષણ વચ્ચેનો તફાવત બુદ્ધિપ્રતિભા તમને સુંદર જીવન આપી શકે છે”!! “માસ પ્રમોશન” સમયની માંગ હોઈ શકે

પરંતુ માંસ પ્રમોશન વાળા ડોકટર કે આખરી વર્ષમાં પરીક્ષા વગર પાસ થનારા ડોક્ટરો કે અન્ય વિદ્યાર્થીઓની ગુણવત્તા અને ક્ષમતા નું શું ફક્ત પાસ થવું એ જ હેતુ શિક્ષણનો છે? અમેરિકામાં, બ્રિટનમાં, જર્મનીમાં કેટલા અને કઈ રીતે “માસ પ્રમોશન” અપાયું ભારતની સુપ્રીમ કોર્ટના જસ્ટિસ શ્રી ઇન્દિરા બેનર્જી અને જસ્ટીસ શ્રી મુકેશભાઈ શાહની ખંડપીઠે મેડિકલના છેલ્લા વર્ષની પરીક્ષા મોકૂફ રાખવા માટેની અરજી ફગાવી દીધી છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.