Western Times News

Gujarati News

ગુજરી બજારમાં લેમ્પ તોડવાની અને ચોરી જવાની ઘટનાઓ બનતાં કોર્પોરેશને સિકયુરીટી ગાર્ડ મુકયા

કેટલાંક શખ્સો ત્યાંથી ઝાડ કાપી જતાં તંત્ર ચોંકી ઉઠયું

 અમદાવાદ: શહેરની વિકાસની ગતિ તેજ ઝડપે ચાલી રહી છે. જેનાં પગલે ઘણાં બધાં નવાં પ્રોજેકટ પ્રજા માટે ખુલ્લાં મુકવામાં આવ્યાં છે. અને હજુ વધુ કેટલાંક પ્રોજેકટ અમદાવાદમાં ચાલી રહયાં છે. જેનાં પગલે શહેર વિશ્વમાં નકશા ઉપર ઉભરી રહયું છે. બીજી તરફ કેટલાંક એવાં અસામાજીક તત્વો પણ છે. જે શહેરને શોભાયમાન કરતાં આ પ્રોજેકટમાં લગાવવામાં આવેલી ચીજવસ્તુઓને નુકશાન પહોંચાડી રહયાં છે. ઉપરાંત મોંઘી વસ્તુઓ પણ ચોરી કરી રહયાં છે. આવી જ ઘટનાઓ અવારનવાર ગુર્જરી બજારમાં બની રહી છે.

અગાઉ નદીના કિનારે અસ્તિત્વ ધરાવતી ગુજરી બજારને પણ કોર્પોરેશન દ્વારા નવો ઓપ આપવામાં આવ્યો છે. જા કે કેટલાંક સમયથી ગુજરી બજારમાં લગાવવામાં આવેલી લાઈટો ચોરાઈ જવાની તથા તેમને નુકશાન પહોંચાડવાની ઘટનાઓ બની રહી છે.

આ ઘટનામાં કોઈની અટક કરવામાં આવી છે કે નહીં તે અંગે હજુ સુધી કોઈ જાણકારી મળી શકી નથી. જા કે કોર્પોરેશને આવી ઘટનાઓ વધુ ન બને એ માટે કોર્પોરેશને હવે સિકયુરીટી ગાર્ડ મુકવાની ફરજ પડી છે. છેલ્લાં કેટલાંક દિવસોથી ગુર્જરી બજાર આગળ પ્રાઈવેટ કંપનીના સિકયુરીટી ગાર્ડ સુરક્ષા કરતાં જાવા મળી રહયાં છે.

આ અંગે વાત કરતાં એક સિકયુરીટી ગાર્ડે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે કેટલાંક સમયથી અહીંયા લગાવેલી મોંઘી લાઈટો ગોળા અને લેમ્પ પરની મેટલની પ્લેટ વગેરે કેટલાંક શખ્સો ચોરી જતાં હાં. ખાસ કરીને આવાં તત્વો રાત્રે બાર વાગ્યા બાદ વધુ સક્રીય હોય છે. ઉપરાંત કેટલાંક ઈસમો અહીંથી ઝાડ પણ કાપી જતાં હોવાથી કોર્પોરેશને દ્વારા સીકયુરીટી મુકવામાં આવી છે. વધુ પુછપરછમાં આ ગાર્ડે જણાવ્યું હતું કે ‘સિકયુરીટી ફકત રવીવારપુરતી નહી પંરતુ રોજેરોજ રાખવામાં આવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.