ગુજસીટોકના બે વખતના આરોપી સજ્જુ કોઠારીની ર૦ કરોડની મિલકત મળી
સુરત, શહેરમાં ઓર્ગેનાઈઝડ ક્રાઈમ કરતા નાનપુરા સજ્જુ કોઠારી રાજ્યનો એવો પહેલો ગુનેગાર છે જેની ઉંપર બે વખત ગુજસીટોક નોંધાઈ હોય ખાનગી મિલકતથી લઈને સરકારનો રોડ સુધ્ધા પચાવી પાડનાર સજ્જુ કોઠારી અને તના પરિવારે વસાવેલી ર૦ કરોડથી વધુની મિલકત પોલીસને મળી આવી હતી.
દસ વર્ષની આવક સામે વસાવેલી અનેકગણી કિંમતની આ મિલકતો ગેરકાયદે સ્ત્રોતથી વસાવવામાં આવી હોવાનું પલીસ માની રહી છે. ઓર્ગેનાઈઝડ ગેંગ અનેે આતંકવાદને ડામવા માટે રાજ્ય સરકારે ગુજસીટોકનો કાયદો પસાર કર્યો છે.
સુરતમાં ઓર્ગેનાઈઝડ થઈ આતંક મચાવી રહેલી સંખ્યાબંધ ગંેગ ઉપર પોલીસેે ગુનો નોંધી તેેમને જેલભેગી કરી દીધી છે. છેલ્લા દોઢ વર્ષમાં લાલુ જાલીમ ગેંગ, ગાજીપરા ગેંગ,ડુક્કર ગેંગથી લઈને છેલ્લે મીડી ગંગ વિરૂધ્ધગુનો નોંધી શહેરીજનોને તેમની ચુંગાલમાંથી મુક્ત કરાવવાનો પ્રયાસ કર્યો છે.