ગુજ્જુઓના ફેવરિટ આબુમાં હોટેલ ભાડા પાંચ ગણા વધ્યા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/08/Hotel.jpg)
મહેસાણા: ઉત્તર ગુજરાતની બોર્ડરને અડીને આવેલા રાજસ્થાનના ફેમસ હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ચોમાસા દરમિયાન આહ્લાદક વાતવારણ સર્જાતા મજા માણવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. છેલ્લા ૧૦ દિવસથી વાદળોથી ઢંકાયેલા અને ઝરમરિયા વરસાદથી હિલ સ્ટેશન માઉન્ટ આબુનો નજરાો રમણીય જાેવા મળી રહ્યો છે. કોરોના સંક્રમણમાં ઘટાડો થતાં રાજસ્થાન સરકારે માઉન્ટ આબુને પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવતાં પ્રવાસીઓના ધસારાથી અહીં ધંધા રોજગાર ફરી જીવંત બન્યા છે. જાેકે પાછલા દોઢ વર્ષથી મોટાભાગે મંદીમાં સમય પસાર કરનાર હોટેલ રેસ્ટોરન્ટવાળાઓએ તકનો લાભ લેવા માટે રુમના ભાડા સહિત તમામ વસ્તુઓના ભાવ પાંચ ગણા વધારી દીધા છે.
મહેસાણા સહિત સમગ્ર ઉત્તર અને મધ્ય ગુજરાતના લોકો માટે રજાઓ માણવાના મનપસંદ હિલસ્ટેશન માઉન્ટ આબુમાં હજારોની સંખ્યામાં ભીડ ઉમટી રહી છે. ત્યારે છેલ્લા ૧૦ દિવસથી વરસાદી માહોલ વચ્ચે હિલસ્ટેશન વાદળો વચ્ચે ઢંકાઈ જતા પર્વતમાંથી ઠેર ઠેર નાના ઝરણાઓ શરું થતાં પ્રવાસીઓના આનંદમાં વધારો થયો છે. વરસાદના કારણે અરવલ્લીના તમામ પર્વતો લીલાછમ થતાં કુદરતનો અનોખો નજારો જાેવા મળી રહ્યો છે.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાય દિવસોથી સૂર્ય જાેવા મળ્યો નથી. તેમજ સતત ઝરમર વરસાદ અને વાદળોના કારણે ઠંડીનું પ્રમાણ વધતાં ગરમ કપડાનો સહારો લેવો પડી રહ્યો છે. બીજી તરફ ગુજરાતી પ્રવાસીઓના ધસારાથી ફક્ત વાહન પાર્કિંગનો ચાર્જ વસૂલવાથી જ લાખોની કમાણી કરતી આબુ નગરપાલિકા દ્વારા પોલો ગ્રાઉન્ડમાં પાર્કિંગની વ્યવસ્થા બંધ કરવામાં આવતા પ્રવાસીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ ફક્ત નખીલેક પાસે જ પાર્કિંગની વ્યવસ્થા જે ખૂબ જ નાનું ગ્રાઉન્ડ હોવાથી પ્રવાસીઓના વાહનોનો સમાવેશ થઈ શકતો નથી. તેમજ જાે વાહનો રસ્તાના સાઈડ પર પાર્ક કરવામાં આવે તો દંડાત્મક કાર્યવાહી કરાય છે. આમ પ્રવાસીઓ પર બેવડો માર પડે છે.