‘ગુડ ન્યુઝ’ની વર્લ્ડવાઈડ ૩૦૦ કરોડની કમાણી
મુંબઈ, ૯ જાન્યુઆરીએ રીલીઝ થયેલી રજનીકાંતની ‘દરબાર’ ફિલ્મે અત્યાર સુધી ૧પ૦ કરોડની વર્લ્ડવાઈડ કમાણી કરી છે. ફિલ્મ બનાવનાર લાયકા પ્રોડકટશનને સોશીયલ મીડીયા પર પોસ્ટ શેર કરીને આ વાતની માહિતી આપી હતી. અક્ષયકુમારની ‘ગુડ ન્યુઝ’ ફિલ્મે વર્લ્ડવાઈડ ૩૦૦ કરોડની કમાણી કરી છે. ૧૦ જાન્યુઆરીએ રીલીઝ થયેલી‘તાન્હાજી’એ ૭પ.૬૮ અને ‘છપાક’ એ ર૧.૩૭ કરોડની કમાણી કરી છે. એ. મુરુગદોસની ‘દરબાર’ ર૦૦ કરોડના બજેટમાં બની છે. આ ફિલ્મે પાંચ દિવસમાં ૧પ૦ કરોડનો વકરો કર્યો છે. હજુ આ ફિલ્મ એક વીકમાં ર૦૦ કરોડથી વધુની કમાણી કરશે એવું સુત્રોનું કહેવું ે કે ફિલ્મ ‘દરબારને તામિલ તેલુગુ અને હિદીમાં બાદ કરતાં તામીલ અને તેલગુમાં આ ફિલ્મે બોકસ ઓફીસ પર સારી એવી કમાણી કરી છે. રજનીકાંતે પોલીસની ભુમીકા ભજવી છે. અને સુનીલ શેટ્ટી વિલનના રોલમાં જાવા મળ્યો હતો. ધર્મા પ્રોડકશનના અપૂર્વ મહેતાએ ટિવટ કર્યું હતું કે, અક્ષયકુમાર અને કરીનાની ‘ગુડ ન્યુઝ’ ફિલ્મે વર્લ્ડવાઈડ ૩૦૦ કરોડની બિઝનેસ કર્યો છે, જયારે ૧૦ જાન્યુઆરીએ રીલીઝ થયેલી દીપીકા પદુકોણની ‘છપાક’ અને અજયદેવગણની ‘તાન્હાજી’એ અનુક્રમે ર૧.૩૭ કરોડન અને ૭પ.૩પ કરોડની કમાણી કરી છે.